તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચન:કોલેજોમાં ઓફલાઇન પરીક્ષાઓ સરકારની મંજૂરી બાદ જ લેવાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોલેજોમાં 7 જૂનથી સેમેસ્ટર 3, 5નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
  • સેમેસ્ટર 4-6નું શૈક્ષણિક કાર્ય 1 ડિસેમ્બર 2021થી શરૂ થશે

મંગળવારે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલપતિઓની મળેલી ઓનલાઇન બેઠકમાં એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું હતું. જેમાં કોલેજોમાં 7 જૂનથી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા તેમજ સેમેસ્ટર 4 અને 6નું શૈક્ષણિક કાર્ય 1 ડિસેમ્બર 2021થી શરૂ કરવા વિચારણા થઇ હતી. જ્યારે દિવાળી વેકેશન 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી રહેશે. જ્યારે નવું શૈક્ષણિક વર્ષ 2022-2023ની શરૂઆત 15 જૂનથી કરવા વિચારણા થઇ હતી.

સરકાર તરફથી જ્યાં સુધી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી પરીક્ષા ઓફલાઈન પધ્ધતિથી ન લેવા સૂચન કરાયું હતું. જે યુનિવર્સિટી ઈચ્છે તે પ્રથમ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરીથી બીજી બેચ માટે એડિશનલ સેમેસ્ટર તરીકે પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી શકે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે એમ.બી.પી. મુજબ પરિણામો જાહેર કરાશે તથા બાકી પરીક્ષાઓ યોજી પરિણામો જાહેર કરવાના રહેશે.

વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષનાં પ્રવેશ ફોર્મ સ્કૂલમાં જ ભરી શકે તે અંગે વિચારણા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અને દક્ષિણ ગુજરાતની સ્કૂલો વચ્ચે પ્રવેશ સંદર્ભે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ધોરણ-12 પછી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે સ્કૂલમાં જ પ્રવેશ ફોર્મ ભરી શકાય તે માટે વિચારણા થઇ હતી. દક્ષિણ ગુજરાતમાં અંદાજીત ત્રણ હજાર જેટલી શાળાઓ છે. જે શાળાઓ આ કામગીરી કરવા સંમત હશે તેઓને યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ફોર્મ ભરવા માટેનું પોર્ટલ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પોતાની નજીકની સ્કૂલ અથવા જ્યાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલ ખાતે જ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...