તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનનો બીજો તબક્કો:સુરતમાં પોલીસ-પાલિકા કમિશનર અને કલેક્ટર સહિતના અધિકારીઓએ કોરોના વેક્સિન લીધી

સુરત5 મહિનો પહેલા
સુરત પોલીસ કમિશનરે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના રસી મૂકાવી. - Divya Bhaskar
સુરત પોલીસ કમિશનરે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના રસી મૂકાવી.
  • અત્યાર સુધીમાં કુલ 21,651 હેલ્થ વર્કરોએ રસી મૂકાવી

આજથી રાજ્યમાં કોરોના વેક્સિનેશના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. આજે સુરત પોલીસ કમિશનર અજય તોમર, સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, પાલિકા કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓએ સ્મીમેર હોસ્પિટલમાં ખાતે વેક્સિન લીધી છે.

ફ્રન્ટલાઈન વોરિયર પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ કોરોના વેક્સિન લીધી.
ફ્રન્ટલાઈન વોરિયર પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ કોરોના વેક્સિન લીધી.

પહેલા તબક્કામાં મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલાને રસી મૂકાઈ
સ્મીમેર હોસ્પિટલમાં કલેક્ટર ડો.ધવલ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, સીપી અજય તોમર, DDO હિતેશ કોયાએ કોરોના પ્રતિકારક વેક્સિન લીધી છે.

સુરતમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આવ્યો હતો ત્યારે સૌથી પહેલા મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સિન આપી હતી.

સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના વેક્સિન મૂકાવી સેફ ગણાવી.
સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના વેક્સિન મૂકાવી સેફ ગણાવી.

8400 હેલ્થ વર્કરો બાકી છે
વેક્સિનેશનના 8 કાર્યક્રમમાં 80 સેન્ટરો પર 3470 હેલ્થ વર્કરોએ રસી મૂકાવી છે. 35 હજાર હેલ્થ વર્કરોમાંથી 21,651એ લાભ લીધો છે. હવે 8400 હેલ્થ વર્કરો બાકી છે ત્યારે હવે ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ રસીકરણ હાથ ધરાયો છે. માત્ર પાલિકાના જ 21 હજાર કર્મચારીઓ છે. પોલીસ, કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ મળી ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર બાદ અન્ય અધિકારીઓને કોરોના રસી મૂકાઈ.
પોલીસ કમિશનર બાદ અન્ય અધિકારીઓને કોરોના રસી મૂકાઈ.

પોલીસ-પાલિકા બાદ 50 વર્ષથી વધુના લોકોને રસી મૂકાશે
રસીનો સ્ટોક હોય હેલ્થ કેર વર્કરો ઓછા આવી રહ્યાં છે ત્યારે ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવાની શરૂઆત કરાશે. ત્યાર બાદ 50 વર્ષથી વધુના 5.22 લાખ લોકોનું રજિસ્ટ્રેશન થયું હોય તમામને રસી આપવામાં આવશે તેમ પાલિકાના આરોગ્ય ખાતાના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે જણાવ્યું છે.