તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Nodal Officer For Infection Control, Dr. Krishna Kumar, Played An Important Role In Keeping The Surat Civil Campus In Corona 'infection Free'

કુશળ નેતૃત્વ:કોરોનામાં સુરત સિવિલ કેમ્પસને 'ઈન્ફેક્શન ફ્રી' રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
58 વર્ષીય ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા કુશળ નેતૃત્વ પૂરું પાડી રહ્યાં છે. - Divya Bhaskar
58 વર્ષીય ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા કુશળ નેતૃત્વ પૂરું પાડી રહ્યાં છે.
  • નવી સિવિલના હેલ્થ અને હાઈજીનની જવાબદારી, ઈન્ફેક્શન કંટ્રોલ ટીમને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું
  • પ્રથમ લહેરમાં કોરોનાગ્રસ્ત બન્યાં, પરંતુ સ્વસ્થ થઈ પુન: ફરજ પર જોડાઈને કર્મને પ્રાધાન્ય આપ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ, નોન કોવિડ દર્દીઓ, તબીબી અને પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલમાં આવતાં દર્દીઓના પરિજનોની કાળજી રાખવા રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવતી ઈન્ફેક્શન કંટ્રોલ ટીમને 58 વર્ષીય ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર ડો. ગીતા વાઘેલા કુશળ નેતૃત્વ પૂરું પાડી રહ્યાં છે. તેઓ ફરજ દરમિયાન પ્રથમ લહેરમાં કોરોનાગ્રસ્ત બન્યાં, પરંતુ સ્વસ્થ થઈ પુન: ફરજ પર જોડાઈને કર્મને પ્રાધાન્ય આપ્યું અને આજ સુધી ઈન્ફેક્શન કંટ્રોલની જવાબદારીને બખૂબી ન્યાય આપી રહ્યા છે.

1992થી સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે
સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન તમામ કર્મયોગીઓના હેલ્થ અને હાઈજીનની જવાબદારી સંભાળતા ડો. ગીતા વાઘેલા મૂળ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામના વતની છે, અને વર્ષ 1992થી સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કોરોનાની પ્રથમ લહેરથી જ નવી સિવિલમાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. આ ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના VRDL-વાઈરલ રિસર્ચ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના સહાયક પ્રિન્સીપલ ઈન્વેસ્ટિગેટર તરીકે જવાબદારી વહન કરી રહ્યાં છે.

કોરોનાની પ્રથમ લહેરથી જ નવી સિવિલમાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યાં છે.
કોરોનાની પ્રથમ લહેરથી જ નવી સિવિલમાં ઈન્ફેકશન કંટ્રોલના નોડલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યાં છે.

સતત મોનિટરિંગ અને માર્ગદર્શન અંગેની ફરજ નિભાવી
ડો.ગીતાબેન જણાવે છે કે, નવી સિવિલના કોવિડ વોર્ડમાં દર્દી અને તબીબી સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ સાધનો નિયત કેમિકલથી સેનેટાઈઝ થાય તેમજ દરેક કર્મચારી હોસ્પિટલમાં ફરજ દરમિયાન યોગ્ય રીતે પીપીઈ કીટ પહેરી છે કે કેમ તે અંગે તેમને જાગૃત્ત કરવાની કામગીરી ઉપરાંત સેનેટરી ઈન્સ્પેક્ટરોને સાથે રાખીને સ્વચ્છતા, દર્દીઓની કાળજી, બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તેનું સતત મોનિટરિંગ અને માર્ગદર્શન અંગેની ફરજ નિભાવી રહી છું.

ઈન્ફેકશન કંટ્રોલ ટીમ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે.
ઈન્ફેકશન કંટ્રોલ ટીમ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે.

કોરોનાને હરાવી ફરી ફરજ પર જોડાયા
માત્ર કોવિડ નહીં, પરંતુ નોનકોવિડ દર્દીઓની સારસંભાળ, વોર્ડની યોગ્ય સાફસફાઈ થાય તેમજ દરેક વોર્ડમાં નિયમિત રીતે બેડશીટ બદલવામાં આવે તે અંગે અમારી ઈન્ફેકશન કંટ્રોલ ટીમ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. આ કામગીરીની દૈનિક સમીક્ષા રોજ સવારે 9.00 વાગ્યે મળતી કોર કમિટીની મિટિંગમાં કરવામાં આવતી હતી. ફરજ દરમિયાન પ્રથમ લહેરમાં નવેમ્બર મહિનામાં કોરોનાગ્રસ્ત બની હતી, 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી સ્વસ્થ થઈ હતી એમ તેઓ જણાવે છે.

કોવિડ હોસ્પિટલના તમામ ફલોર તેમજ સંસાધનોને ખાસ પ્રકારે સેનેટાઈઝેશન થાય એની કાળજી લીધી છે.
કોવિડ હોસ્પિટલના તમામ ફલોર તેમજ સંસાધનોને ખાસ પ્રકારે સેનેટાઈઝેશન થાય એની કાળજી લીધી છે.

હાઈપર ક્લોરાઈડ સોલ્યુશનથી સેનેટાઈઝ
ડો.ગીતાબેન કહે છે કે, કોવિડ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા તમામ મેડિકલ ઇક્વિપમેન્ટને વાઈરસ, બેક્ટેરિયા મુક્ત રાખવા અને અન્યને ઈન્ફેક્શન ન લાગે તે માટે 0.5ના સ્પ્રેથી હાઈપર ક્લોરાઈડ સોલ્યુશનથી સેનેટાઈઝ કરવામાં આવે છે. કિડની, સ્ટેમસેલ, જૂની બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલના તમામ ફલોર તેમજ સંસાધનોને ખાસ પ્રકારે સેનેટાઈઝેશન થાય એની કાળજી લીધી છે. કામગીરી યોગ્ય રીતે થાય એ માટે વિવિધ સ્થળોએ ઈન્ફેક્શન ટીમ સાથે દરરોજ રાઉન્ડ લઉં છું. આ કામગીરીની સફળતામાં ઈન્ફેક્શન કંટ્રોલ ટીમના તમામ સભ્યોનો સહકાર અને યોગદાન રહ્યાં છે. પતિ ડો.મુકેશભાઈ અને દીકરી પલાશી સાથે નાનકડાં પરિવાર સાથે રહેતા ડો.ગીતાબેને કોરોના સામેના જંગમાં સિવિલ કેમ્પસને ઈન્ફેક્શન ફ્રી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.