તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અન્ય કંપનીની ડિઝાઇનની સાડી બનાવતા રૂહિક્સ ફેશન સામે ગુનો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુના વેપારીએ ડિઝાઇનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

મેસર્સ મધુનંદન ટેક્સટાઇલ દ્વારા બનાવવામાં આવતી સાડીની ડિઝાઇન પરવાનગી વગર તેવી જ ડિઝાઇન તથા ટ્રેડમાર્ક લગાવી હલકી કક્ષાની સાડી બનાવી વેચતા રિંગરોડ પર સાડીનો વેપાર કરતાં રૂહિક્સ ફેશનના ભાગીદાર પિતા,પુત્ર અને પુત્રવધુ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વેસુ વીઆઇપી રોડ પર આવેલા શ્યામવિલા એપાર્ટમેન્ટમાં રહેતા નીતિનભાઇ સુભાષભાઇ ગર્ગ રિંગરોડ સ્થિત સિદ્ધિ વિનાયક ટેક્સટાઇલ હાઉસમાં મે. મધુનંદન ટેક્સટાઇલ પ્રા.લિ.ના નામે સાડી અને ડ્રેસ મટિરિયલનો વેપાર કરે છે. તેઓ કાપડ પર અલગ અલગ ડિઝાઇન બનાવીને સારી કવોલિટીના કાપડનો વેપાર કરે છે. તેમની ડિઝાઇનની કોઇ નકલ ન કરી શકે તે માટે ડિઝાઇન કંટ્રોલ ઓફ ડિઝાઇન કોલકાતા ખાતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

જોકે, રિંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં રૂહિક્સ ફેશનના નામે કાપડનો ધંધો કરતા વૈદપ્રકાશ ગીલભાગ્ય જૈન, સુમિત વૈદપ્રકાશ જૈન અને રીતુ સુમિત જૈન દ્વારા મે. મધુનંદન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન તથા ટ્રેડમાર્કને હલકી કક્ષાના કાપડ પર છપાવી સસ્તામાં સાડીઓ વેચતા હતા.

રૂહિક્સ ફેશના સંચાલકો દ્વારા પોતાની ડિઝાઇનની નકલ કરી સાડી વેચવા અંગેની જાણ નીતિન ગર્ગને થતા તેમણે સલાબતપુરા પોલીસ મથકમાં રૂહિક્સ ફેશનના સંચાલકો વિરૂદ્ધ છેતરપિંડી અને કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...