ફરિયાદ:વેડ રોડના દુકાનદારને નગ્ન કરીને લઈ જવાનું કહેતા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોક બજારનાે હેડ કોન્સ્ટેબલ શર્ટ ખરીદવા ગયોને બબાલ કરી
  • પોલીસ કર્મીએ દુકાનદારને તમાચા પણ માર્યા, 3 સામે ફરિયાદ

ચોક બજાર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને ખાખીનો રોફ જમાવવો ભારે પડયો છે. દુકાનદારને ધમકી આપવાના ગુનામાં પોતાના જ પોલીસ મથકમાં આરોપી બનવું પડ્યું છે. વેડરોડની સંત જલારામ સોસાયટીમાં ઈવા ઍન્ટરપ્રાઈઝ કપડાની દુકાનમાં રવિવારે કપડા ખરીદવા ગયેલા ચોકબજાર પોલીસના હેડ કોન્સ્ટેબલને દુકાનમાં કામ કરતા માણસે પેક કરેલો શર્ટ ટ્રાય કરવા નહી આપતા મારામારી કરી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી હતી તેમજ નગ્ન કરી વેડરો઼ડથી ચોકબજાર પોલીસ મથક લઈ જવાની ધમકી આપી હતી.

ઘોડદોડ રોડ શિવાલય ઍપાર્ટમેન્ટમાં રહેતા વિવેક દિનેશ જૈન (35) વેડરોડ સંત જલારામ સોસાયટીમાં ઈવા ઍન્ટરપ્રાઈઝ રેડીમેઈડ કપડાની દુકાન ચલાવે છે. રવિવારે સાંજે દુકાન પર હતા તે સમયે 3 અજાણ્યા કપડા ખરીદી કરવા આવ્યા હતા જેમાંથી એક જણે પોતાની ઓળખ ચોકબજાર પોલીસમાં ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પરેશ મહારાજ તરીકે આપી હતી. વિવેકને કપડા બતાવવા કહેતા શર્ટ બતાવ્યા હતા પણ શર્ટનું પેકિંગ ખોલી બતાવવાનું કહેતા ના પાડી હતી જેથી પરેશ મહારાજને ગુસ્સો આવ્યો અને આ જ શર્ટને ખોલી બતાવ કહી ગાળ આપી તમાચો ઠોકી દીધો હતો. વચ્ચે પડેલા કર્મીને પણ તમાચો માર્યો હતો.આખરે વિવેકે ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ સહિત 3 સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...