તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પોલીસની કાર્યવાહી:બાલાજી ચાર સંપ્રદાયની 200 કરોડની મિલકત પચાવવાના મામલે 3 સામે ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી દિપાંશુની તસવીર - Divya Bhaskar
આરોપી દિપાંશુની તસવીર
  • IPSમાંથી રાજીનામું આપી સાધુ બન્યાનું કહી આરોપી દિપાંશુ ધમકાવતો હતો

મહીધરપુરામાં ગલેમંડી રોડ પર બાલાજી ચાર સંપ્રદાય મંદિર ટ્રસ્ટની મિલકત પર કબજો કરવાના ઇરાદા સાથે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રસ્ટીઓને ધમકી આપનારા મંદિરના મહારાજ દિપાંશુ મહારાજ સહિત ત્રણ સામે કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

દિપાંશુ ધમકી આપતો હતો
બાલાજી ચાર સંપ્રદાય મંદિર 80 વર્ષથી વધુ જુનું છે. આ ટ્રસ્ટ પાસે ત્યાં 5500 સ્ક્વેર મીટર જમીન છે. આ જમીનની કિંમત હાલમાં 200 કરોડથી વધુ છે. આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી હસમુખ બાલુ પટેલ(રહે. કોસમાડી, કામરેજ) શુક્રવારે આરોપી મંદિરના મહારાજ દિપાંશુ કૃપાશંકર મિશ્રા (રહે.લંબે હનુમાન મંદિર) પરમેશ્વરદાસ ગુરૂ જગન્નાથદાસ અને યુવરાજ રાજેન્દ્ર બરજાત્યા વિરુદ્ધ મહિધરપુરા પોલીસમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવા, કાવતરૂ ઘડવું, ધમકી આપવી જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોતે ટ્રસ્ટી હોવાની અફવા ફેલાવી હતી
ફરિયાદ અનુસાર પરમેશ્વરદાસે ટ્રસ્ટમાંથી રાજીનામુ આપી દિપાશુંને ગેરકાયદેસર રીતે પાવર ઓફ એટર્ની આપી હતી. તેના આધારે દિપાંશુ ત્યાં મંદિરમાં રહેતો હતો. ટ્રસ્ટના જરૂરી કામકાજ માટે, મંદિરની પુજા કરવા અને રહેવા ગેરકાયદેસર નિયુક્તિપત્ર આપ્યો હતો. દિપાંશુએ પોલીસ સ્ટેશન અને સાધુ સમાજમાં પોતે આઈપીએસ હોય અને રાજીનામુ આપી સાધુ બન્યા હોવાનું જણાવી પ્રભાવ ઉભો કર્યો હતો. ટ્રસ્ટના ભાડુઆતો પાસે રૂપિયા ઉઘરાવતો હતો. ટ્રસ્ટમાંથી ઉઘરાવેલા રૂપિયામાંથી હવાઈ મુસાફરી કરી, મોંઘા ફોન ખરીદી પોતે ટ્રસ્ટનો મહંત અને ટ્રસ્ટી હોવાની અફવા ફેલાવી હતી.

હોસ્પિટલ બનાવવાની અફવા ફેલાવી
ટ્રસ્ટીઓને ભુમાફિયા જેવા શબ્દો દ્વારા બદનામ કરવા ફોનમાં ખોટા મેસેજો ફેલાવ્યા હતા. ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસમાં ખોટા ગુના દાખલ કરાવ્યા હતા. ટ્રસ્ટની મિલકત વેચવા ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવ્યા હતા. દિપાંશુ મહારાજ સહિતનાએ મંદિરના ટ્રસ્ટીઓને રૂપિયાની ઓફર કરી ટ્રસ્ટમાંથી નીકળી જવા તેમજ કરેલી ફરિયાદો પાછી ખેંચવા દબાણ કર્યું હતું. દિપાંશુ મિશ્રાએ વાતો ફેલાવી હતી કે, તે આ ટ્રસ્ટના સ્થળે 15 માળની 1 હજાર કરોડના પ્રોજેક્ટવાળી હોસ્પિટલ બનાવવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...