• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Both Doses Of Vaccine Are Mandatory In Malls, Multiplexes, Hotels And Restaurants From Tomorrow In Surat. Vaccination Will Be Done At 179 Centers Today.

કોરોના સુરત LIVE:આવતીકાલથી મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ-રેસ્ટોરન્ટ પણ વેક્સિનના બંને ડોઝ ફરજિયાત, આજે 179 સેન્ટર પર રસીકરણ થશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 24 થઈ
  • બહારથી આવતા લોકોના ટેસ્ટ માટે લાઈનો લાગી

સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યું છે. આવતીકાલે બુધવારથી મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. શહેર જિલ્લામાં 3 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,975 થયો છે. જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143975 થઈ
શહેરમાં 01 અને જિલ્લામાં 02 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143975 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગતરોજ શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 સહિત 11 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141835 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 24 થઈ છે.

બહારથી આવતા લોકોના ટેસ્ટ
ફરવાની મજા બાદ સુરતીઓ હવે રેપીડ ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. સુરત રેલવે સ્ટેશન ઉપર બહાર ગામથી આવતા દર્દીઓના રેપીડ ટેસ્ટ બાદ જ સુરતમાં પ્રવેશ આપવાની જોગવાઇ બાદ રોજના 800થી વધુ મુસાફરો રેપીડ ટેસ્ટ કરાવી સુરત રેલવે સ્ટેશનની બહાર આવી રહ્યા છે. પોઝિટિવ કેસ ડિટેક્ટ થતા વ્યક્તિની ઈચ્છા મુજબ નહીતર સ્મીમેર કે સિવિલ હેસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ડીજે ગુજ્જરે જણાવ્યું હતું કે લગભગ 7થી વધુ એક્સપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનોમાં મુસાફરોના રેપીડ અને RT-PCR ટેસ્ટ કરાય છે. રોજના 700 લેખે ગણીએ તો એક અઠવાડિયામાં 4900 ટેસ્ટ કર્યા છે પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.

વેક્સિન સંદર્ભે 1.20 લાખ લોકોને ચેક કરવામાં આવ્યા
સોમવારથી મહાનગર પાલિકાની તમામ કચેરીઓ, બગીચાઓ, નેચર પાર્ક, ગોપી તળાવ, એક્વેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો સહિતના જાહેર સ્થળોએ ફરજિયાત વેક્સિનેશન ચકાસણી ઝુંબેશનો કડક આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વેક્સિન સંદર્ભે 1.20 લાખ લોકોને ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 1.11 લાખ વ્યકતિએ વેક્સિન મુકાવી હતી. જ્યારે રસી લીધી ન હોઇ તેવા 8899 લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. 8899 પૈકી અંદાજે 8449 લોકો સિટી-બીઆરટીએસ બસના મુસાફરો હતા.

રસી લીધી ન હોય તેમને પ્રવેશ અપાયો નહીં
પાલિકાએ દરેક જાહેર સ્થળોએ કોઈ મુલાકાતીએ વેક્સિન ન લીધી હોય તો તેને ફરજીયાત રેપિડ ટેસ્ટ અનુરોધ કર્યો હતો. પાલિકાએ આ માટે તમામ મુખ્ય સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી માટે પણ ટીમો મુકી છે. નિયમનો કડક અમલ શરૂ થતાં કચેરીઓ બહાર મુલાકાતીઓની લાંબી કતારો લાગી હતી. માર્શલ-સિક્યુરિટી ગાડ્‌ર્સ સર્ટિની ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ આપતા હતા. જેમણે રસી લીધી ન હોય તેમને પ્રવેશ અપાયો ન હતો.

સેકન્ડ ડોઝ મૂકાવવામાં ઢીલ
સેકન્ડ ડોઝ ન મુકાવનારામાં કતારગામ, લિંબાયત, ઉધના અને વરાછા-એ ઝોન વિસ્તારના વધારે છે. 5થી 6 અઠવાડિયા થયા હોવા છતા ન મુકાવનાર વરાછા-એમાં 20 હજાર, કતારગામમાં 18377, લિંબાયતમાં 16618 લોકો છે. શહેરમાં ફુલ્લી વેક્સિનેટેડમાં અઠવા 86 ટકા સાથે પ્રથમ, રાંદેર 72 ટકા સાથે બીજા અને સેન્ટ્રલ ઝોન 65 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 124 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 179 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

વેક્સિનેશન સેન્ટરનું સંપૂર્ણ લિસ્ટ