રોષ:સુરતમાં જન આશીર્વાદ યાત્રા વખતે લગાડેલા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયાના ઠેર-ઠેર બેનર ફાડવામાં આવ્યા

સુરત17 દિવસ પહેલા
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં બેનર ફાડવામાં આવ્યા.
  • જન આશીર્વાદ યાત્રાના બેનરો અસામાજિક તત્વો દ્વારા ફાડવામાં આવ્યા હોવાની આશંકા

જન આશીર્વાદ યાત્રાને લઇને સુરતના કતારગામ વિસ્તારમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા નીકળ્યા હતા. કતારગામ વિધાનસભા મત વિસ્તારની અંદર મંત્રી બન્યા બાદ વિનુ મોરડીયા પ્રથમ વખત હતા આવ્યા હતા. તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની જ ના આશીર્વાદ યાત્રા આયોજન કરાયું હતું. કતારગામ વિસ્તારમાં લાગેલા વિનુ મોરડિયાના બેનરો અને ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આપ દ્વારા બેનર ફાડવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું
જન આશીર્વાદ યાત્રાના બેનરો અસામાજિક તત્વો દ્વારા ફાડવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિંગણપોર ચાર રસ્તા તરફ ના બેનરો ફાળવવામાં આવતા રાજકીય ચર્ચા પણ થઈ રહી છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ સક્રિય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોડી રાતે આપ બેનર ફાડવવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાડવાને લઈને અનેક તર્ક-વિતર્કો.
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાડવાને લઈને અનેક તર્ક-વિતર્કો.

બેનરો ફાડવાને લઈને અનેક તર્ક-વિતર્કો
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાડવાને લઈને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિનુ મોરડીયાને લઈને તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઇને પણ રોષ છે. તેમના વિસ્તારમાં નીકળી જન આશીર્વાદ યાત્રાને પણ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો ન હતો.

વિનુ મોરડીયાને લઈને તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઇને પણ રોષ.
વિનુ મોરડીયાને લઈને તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઇને પણ રોષ.

આપ અને ભાજપ સામસામે રસાકસી જોવા મળશે
કતારગામ બેઠક ઉપર પાટીદારોનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય છે. વિનુ મોરડિયાને મંત્રીપદ આવા આપવા પાછળનું સૌથી મોટું કારણ અહીંના સ્થાનિક પાટીદારોને ખુશ કરવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી વિધાનસભામાં આ બેઠકો પર આમ આદમી પાર્ટી અને ભાજપ સામે રસાકસી જોવા મળી શકે છે. વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિનુ મોરડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું છે.