તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંભીર બેદરકારી:સુરતમાં કોરોના સંક્રમિત બે મહિલાના મૃતદેહ બદલાયા, દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો, તોડફોડ કરતા પોલીસ બોલાવવી પડી

સુરતએક મહિનો પહેલા
પરિવારજનોએ ઉશ્કેરાઈ તોડફોડ કરી.
  • કોવિડ હોસ્પિટલ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મૃતકના પરિવારજનોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસ
  • કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની, તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે છે. જેમાં બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાઈ ગયા હતા. એટલું જ નહીં પણ એક મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પરિવારે તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.

38 વર્ષની શબાનાના મૃત્યુ બાદ દફનવિધિ નહીં કરી શકતા પરિવાર ભારે શોકમગ્ન બન્યો હતો.સિવિલ કેમ્પસમાં ચોધાર આસુએ રડતા શબાનાની બહેને મડદાઘરમાં જઇને મૃતદેહ જોવાની માંગણી કરી હતી. જોકે પોલીસે તેમની માગણી ગ્રાહ્ય રાખી હતી. મડદાઘરમાં સુશિલાનો જ મૃતદેહ જોવા મળ્યો હતો.
38 વર્ષની શબાનાના મૃત્યુ બાદ દફનવિધિ નહીં કરી શકતા પરિવાર ભારે શોકમગ્ન બન્યો હતો.સિવિલ કેમ્પસમાં ચોધાર આસુએ રડતા શબાનાની બહેને મડદાઘરમાં જઇને મૃતદેહ જોવાની માંગણી કરી હતી. જોકે પોલીસે તેમની માગણી ગ્રાહ્ય રાખી હતી. મડદાઘરમાં સુશિલાનો જ મૃતદેહ જોવા મળ્યો હતો.

સુરત સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશિલાના પરિવારને સોંપી દેવાતા તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. રવિવારે સવારે શબાનાનો પરિવાર મૃતદેહ લેવા પહોંચ્યો ત્યારે એક કલાક સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા અને મૃતદેહ બદલાઇ ગયો હોવાની કોઇપણ જાણ કરવામાં આવી નહીં. ત્યારબાદ પરિવારની ધીરજ ખુટતા તેમણે મૃતદેહની માંગણી કરી હતી.

આ સમયે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું કહી શબાનાના અંતિમ સંસ્કાર કરી દીધા હોવાની જાણ કરી હતી. આ સાંભળતા જ શબાનાના પુત્ર અને તેમની બહેનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને રીતસર તેઓ ભાંગી પડ્યા હતા. આ પછી તેમણે પોતાના પરિવારના અન્ય સ્વજનોને પણ બોલાવતા ભારે વિવાદ થયો હતો. સિવિલની આ બેદરકારીને પગલે રોષે ભરાયેલા શબાનાના પુત્ર અનશ અને તેની માસી દ્વારા જવાબદારને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આવી ગઇ હતી અને તેમણે ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી.

મૃતદેહ જોવા માટે પરિવાર સતત આજીજી કરતો રહ્યો હતો પોલીસ શબાનાના પરિવારને મડદાઘરમાં લઇ ગઇ ત્યારે ત્યા સુશિલાનો મૃતદેહ પડ્યો હતો. આ જોઇ ભાંગી પડેલા પુત્રએ સિવિલના અધિકારીઓ સામે ફિટકાર વરસાવી ચોધાર આંસુએ આક્રંદ કર્યો હતો કે ‘મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો.’ બીજી તરફ સુશિલાના પરિવાર શનિવારે મોડી સાંજે જ તેમને સોંપવામાં આવેલા શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેમના વતન મહારાષ્ટ્ર ખાતેના ધુલિયાના નિમગુળ ગામે જતા રહ્યા હતા. ઘટના અંગે કલેક્ટરે તપાસ કમિટિ નીમી હતી જોકે પરિવાર સમક્ષ કલેક્ટરે કહ્યું હતું કે અમે ભુલ સ્વિકારીએ છીએ પણ હવે બીજો કોઇ વિકલ્પ નથી. રવિવારે મોડી સાંજે ખટોદરા પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

સુશિલાનો મૃતદેહ
સુશિલાનો મૃતદેહ

સિવિલે પરિવારને કહ્યું, પૈસા ન હોય તો અમે આપીશું, સુશિલાનો મૃતદેહ લઇ જાવ
સુશિલાનો મૃતદેહ હજુ પણ સિવિલ હોસ્પિટલના મડદાઘરમાં પડી રહ્યો છે. રવિવારે સાંજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સુશિલાના પરિવારને ફોન કરી કહેવામાં આવ્યું હતું કે ‘જો તમારી પાસે સુરત પાછા આવવાના પૈસા ન હોય તો અમે આપીશું અથવા તમને લેવા માટે અમે કાર પણ મોકલીએ. તમે મૃતદેહ લઇ જાવ’. મોડી સાંજે પરિવાર મહારાષ્ટ્રથી સુરત પરત આવ્યું હતું અને મોડી રાત્રે જ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

સિવિલના કર્મચારી અને ખાનગી ટ્રસ્ટના 1 સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઇ જવાની ઘટનામાં રવિવારે દિવસભર પરિવારે ભારે વિરોધ કર્યા બાદ અંતે પોલીસે મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ખાન ટ્રસ્ટના એક કર્મચારી અને સિવિલ હોસ્પિટલના પણ એક કર્મચારી સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીએ શબાનાનો મૃતદેહ ખાન ટ્રસ્ટના કર્મચારી નાસિરને સોપ્યો હતો.

નાસિરે વેરિફાઇ કર્યા વિના જ શબાનાની ડેડબોડી સુશિલાના પરિવારને આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થતા દરેક દર્દીના બોડી પેક ઉપર તેમનું નામ અને કયા ફ્લોર પર સારવાર હેઠળ હતા તેની તમામ વિગતો લખવામાં આવે છે. આ કેસમાં પણ બંને મૃતદેહ પર અલગ-અલગ નામ લખવામાં આવ્યા હોવા છતા કોઇપણ જાતની તપાસ વિના બારોબાર મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા.

સિવિલે પરિવારને કહ્યું, પૈસા ન હોય તો અમે આપીશું, સુશિલાનો મૃતદેહ લઇ જાવ
સુશિલાનો મૃતદેહ હજુ પણ સિવિલ હોસ્પિટલના મડદાઘરમાં પડી રહ્યો છે. રવિવારે સાંજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સુશિલાના પરિવારને ફોન કરી કહેવામાં આવ્યું હતું કે ‘જો તમારી પાસે સુરત પાછા આવવાના પૈસા ન હોય તો અમે આપીશું અથવા તમને લેવા માટે અમે કાર પણ મોકલીએ. તમે મૃતદેહ લઇ જાવ’. મોડી સાંજે પરિવાર મહારાષ્ટ્રથી સુરત પરત આવ્યું હતું અને મોડી રાત્રે જ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી
સૈયદપુરામાં આવેલી રાજવાડી ખાતે 38 વર્ષીય શબાનાબેન મોહમદ અન્સારી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિનું હૃદય રોગમાં મોત થયું હતું. હાલ પુત્ર અન્સ સહિત 3 ભાઈ અને એક બહેન માતા સાથે રહે છે. દરમિયાન 10 દિવસ પહેલા શબાનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન પુત્રને સવારે 8 વાગ્યે બોલાવ્યો હતો અને માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી.

સુશિલાબેનના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલાયો
પુત્ર અનસ અન્સારીએ જણાવ્યું હતું કે, માતા સાથે એક કલાક વાત થઈ હતી. પણ આજે એવી ઘટના બની ગઈ છે કે, માતાના મોત બાદ તંત્ર કહે છે કે બોડી નહી મળે. ડોક્ટરોએ પણ આ બાબત અમારાથી છુપાવી છે. સુશિલાબેન નામની મહિલાના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલી ગયો છે અને તેઓએ અગ્નિદાહ પણ આપી દીધો છે.

કોવિડ હોસ્પિટલના કાચ તોડવામાં આવ્યા.
કોવિડ હોસ્પિટલના કાચ તોડવામાં આવ્યા.

સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથીઃ પુત્ર
પુત્ર અનસે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો સાથે પરિવારની મિટિંગ થઈ રહી છે. અમે ન્યાય માટે લડીશું. કાલ સુધી માતાની હાલત સારી હતી. ગત રોજ જ એક કલાક વીડિયો કોલમાં વાત કરી હતી અને આજે મોત થઈ ગયું હોવાની જાણ થઈ હતી. જ્યારે પણ રિપોર્ટ લેવા આવતા ત્યારે એક જ રિપોર્ટ આપી દેતા હતા. આજે વધુ દબાણ કરવા માટે આવ્યા તો મોત થયું હોવાની જાણ કરી હતી. સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથી. મારે મારી મમ્મી જ જોઈએ. પોલીસ સુધી જવું પડે તે પણ જઈશું.

માતા સાથે પુત્રએ છેલ્લી વીડિયો કોલમાં વાત કરી હતી.
માતા સાથે પુત્રએ છેલ્લી વીડિયો કોલમાં વાત કરી હતી.

ચાર મૃતદેહમાં શબાનાબેનનો મૃતદેહ મ મળ્યો
ટોટલ ચાર મૃતદેહ છે. મૃતક શબાનાબેનના પરિવારે અન્ય મૃતદેહની તપાસ કરતા શબાનાબેનનો મૃતદેહ નથી. ચાર મૃતદેહમાં સુશીલાબેનનો મૃતદેહ હોવાનું કહી રહ્યા છે. સુશિલાબેનનો પરિવાર હજી અજાણ કે એમણે કોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે.

કોવિડ હોસ્પિટલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી.
કોવિડ હોસ્પિટલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી.

સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી
સુશિલાનું પરિવાર શબાનાબેનના મૃતદેહને લઈને રાત્રે 10.30 વાગ્યો સ્મશાને પહોંચી ગયું હતું. અંતિમવિધી કરી ગામડે જતા રહ્યા હતા. સવારે જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે પતિએ કહ્યું હતું કે અમે તો ચહેરો જોઈને જ અંતિમવિધિ કરી હતી. જોકે, ભત્રીજાએ કહ્યું હતું કે, મારા કાકાથી ભૂલ પણ થઈ હોય શકે છે. જેથી શબાનાના મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ પરિવારને ફરિયાદ કરવી હોય તો કરી શકો છો. જોકે, જો મૃતદેહને અગ્નિદાહ અપાઈ ગયો હોય તો તે પરત ન લાવી શકાય તેવી રીતે સમજાવવામાં આવી રહ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે. જોકે, સુશિલાબેનનો પરિવાર હવે સુરત પરત આવવા પણ તૈયાર નથી.

પરિવારના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ.
પરિવારના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ.

કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની
બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાતા તાબડતોડ બેઠક બોલાવાય છે. જેમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડિન રુતંબરા, આરએમઓકેતન નાયક, મેડિકલ ઓફિસર ડો. લક્ષમણ, નરસિંગ આગેવાન ઇકબાલ કડીવાળા, સહિત ના ડોક્ટરો હાજર રહ્યા હતા. ત્રણ ડોક્ટર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક તૈનાત રહેશે અને મૃતદેહ પરિવારને ઓળખ કરીને આપશે. કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે.

સ્ટાફની અછતને લઈ આવી ભૂલ
કોવિડ-19 હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત મગાયો છે. લોક ડાઉન દરમિયાન સામાજિક સંસ્થાઓ કોવિડ-19 હોસ્પિટલમાં મદદ રૂપ થતી હતી. જોકે ધંધા રોજગાર ચાલુ થયા બાદ સ્ટાફની ઘટ સાથે સામાજિક કાર્યકર્તાઓની પણ અછત દેખાય છે. હાલ કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓનો વધારો અને સ્ટાફની અછતને લઈ આવી ભૂલ થઈ હોય એમ કહી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો