રહસ્યમય ઘટના:સુરતના કામરેજમાં તળાવમાંથી બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ મળ્યો, ત્રણેયની આંખો પણ બહાર આવી ગઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં તરતી હાલતમાં ત્રણ મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે મૃતદેહો બહાર કાઢ્યા. - Divya Bhaskar
તળાવમાં તરતી હાલતમાં ત્રણ મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે મૃતદેહો બહાર કાઢ્યા.
  • મૃતદેહ 2-3 દિવસ જૂના હોવાનું અનુમાન
  • પોલીસે ઓળખ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો

સુરત જિલ્લાના કામરેજના ખડસદ ગામના તળાવમાંથી એક યુવતી અને બે બાળકોનો મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયર વિભાગ દોડતું થઈ ગયું છે. ત્રણેયની કોઈ ઓળખ ન થતા સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેયના પરિવારજનોને શોધી કાઢવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલ તો આપઘાત, અકસ્માત કે હત્યાને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ ગઈ છે.

તળાવમાં તરતી હાલતમાં મૃતદેહ મળ્યા.
તળાવમાં તરતી હાલતમાં મૃતદેહ મળ્યા.

મુળ મહારાષ્ટ્રનાં ગોન્દીયા જીલ્લાનાં તોયાતોલા ગામના સુરેશ વલકે (હાલ રહે. પ્રિયંકા એવન્યુ લજામણી ચોક અંડર બાંધકામ સાઇટ ઉપર મોટા વરાછાં સુરત )કડીયા કામની મજુરી કામ કરતા હતા. ત્રણેક દિવસ પહેલા સુરેશ વલકે માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તેનેે 108 દ્વારા સુરત સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. એ ઘટનાનાં બે દિવસ બાદ ખડસદ ગામનાં તળાવમાંથી સુરેશ વલકેનાં ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. સુરેશ વલકેને 2 પત્ની હોવાનું અને બંને તેમને છોડીને જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા મહારાષ્ટ્ર તેનાં પરિવારને જાણ કરવામાં આવતા સુરેશ વલકેનો ભાઇ મનોજ કૈલાશ વલકે કામરેજ પોલીસ મથકે દોડી આવ્યો હતો, અનેે ત્રણેય બાળકોને પોતાનાંં ભત્રીજા તરીકેે ઓળખ કરી હતી. કામરેજ પોલીસે ફરિયાદ લઇ અ.મોતનો ગુનો દાખલ કયો છે.

બે નાના બાળકોના મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થયા.
બે નાના બાળકોના મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થયા.

પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
વધુમા જણાવ્યું હતું કે, કામરેજ પીઆઇ સહિતના અધિકારીઓ ઘટનાની જાણ બાદ સ્થળે પર દોડી આવ્યા હતા. ઘટના બપોરે લગભગ 2 વાગ્યાની છે. મૃતદેહ પાણીમાં ફુલાઈને ઉપર આવતા જાણ થઈ હતી. કાપોદ્રા ફાયરના જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્રણેય ભાઈ-બહેન હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે.

ત્રણેય ભાઈ-બહેનો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ત્રણેય ભાઈ-બહેનો હોવાની ચર્ચા ચાલી રહી છે.

આમની લાશ મળી
1 ગ્રેસી સુરેશ વલકે (12)
2 રૂક્ષ સુરેશ વલકે (6)
3 મોક્ષ સુરેશ વલકે (3)

ફોરેન્સિક PM થશે
હાલ પોલિસેે ત્રણેય બાળકોની લાશ કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવી છેે. મોતનું સાચુ કારણ જાણવાં માટે સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ માટે આવનાર હોવાની વિગત જાણવા મળી છે.