તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગરો બેફામ:સુરતમાં બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ધામધૂમથી સ્વાગત કરાયું હોવાનો વીડિયો વાઈરલ

સુરત16 દિવસ પહેલા
બૂટલેગરના સાગરીતોએ જાહેરમાં ફટાકડા ફોડી સાવગત કર્યું હોવાનો વીડિયો લાઈરલ.
  • જાહેરમાં ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું

સુરતના વધુ એક બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ધામધૂમથી સ્વાગત કરાયું હોવાનો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલા કેસમાં જેલમાંમાંથી છૂટીને આવતા જાહેરમાં ફટાકડા ફોડીને સાથી અસામાજિક તત્વોએ સ્વાગત કર્યાનો વીડિયો વાઇરલ થયો છે. માંગીલાલ ઓલપાડ, અમરોલી, સાયણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાનો આરોપી હોવાનું જાણવા મળ્યું છે. પીસીબી પોલીસ પર હુમલામાં જેલવાસ કાપીને બહાર આવતા ઉજવણી કરવામાં આવી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

બૂટલેગર એકવાર પાસા પણ ભોગવી આવ્યો છે
પીસીબી પોલીસે જણાવ્યું હતું કે માંગીલાલ ગુજજર એક રીઢો આરોપી છે. માંગીલાલની વિરુદ્ધ અમરોલી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂ વેચાવાથી હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાઓ નોંધાય ચૂક્યા છે. એકવાર પાસા પણ ભોગવી આવ્યો છે. હાલ જેલમાંથી ક્યારે છૂટ્યો એ બાબતે કશી પણ ખબર નથી.

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો
સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, માથાભારે તરીકેની છાપ ધરાવતો માંગીલાલ જેલમાંથી બહાર આવતા જ તેના ટપોરીઓએ ફટકાડા ફોડી સ્વાગત કર્યું છે. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. આવા વ્યક્તિઓને કારણે સામાન્ય અને વેપારીઓએ ડરીને જ રહેવું પડે છે.

જેલમાંથી બૂટલેગર છૂટતા ફટાકડા ફોડી સ્વાગત કરાયું.
જેલમાંથી બૂટલેગર છૂટતા ફટાકડા ફોડી સ્વાગત કરાયું.

બૂટલેગરે પોલીસ પર હુમલો પણ કર્યો હતો
મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હતો. જેનો પણ હાલ વીડિયો લાઈરલ થઈ રહ્યો છે. બૂટલેગરોના આંતકને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેની પણ માગ થઈ રહી છે. બૂટલેગરો એટલા બેફામ બન્યા છે કે, જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.

બૂટલેગરના સાગરીતોએ જાહેરમાં ઉજવણી કરી હતી.
બૂટલેગરના સાગરીતોએ જાહેરમાં ઉજવણી કરી હતી.

બે દિવસ પહેલા પણ બૂટલેગરનો વીડિયો સામે આવ્યો હતો
સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ બની રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. "ભલ ભલાના અમે પો'ની માપિયાં' ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રૌફ ઉભો કર્યો હતો.