સ્ત્રી અત્યાચાર:સુરતમાં પતિએ 'મારે અફેર છે, તારે રહેવું હોય તો રહે' કહીં પત્નીને માર માર્યો, પછી છોડીને ભાગી ગયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરસ્ત્રી સાથે ઝઘડા બાદ પણ પતિએ પત્નીને માર માર્યો

સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિના અફેરની જાણ થતા પૂછ્યું હતું. જેથી પતિએ પત્નીને કહ્યું હતું કે, મારે તો અફેર છે તારે મારી સાથે રહેવું હોય તો રહે. ત્યારબાદ માર માર્યો હતો. પત્નીને ભાડાના ઘરમાં મૂકી પતિ વતન બંગાળ ભાગી ગયો હતો.

અફેરની કોઈને જાણ કરી તો રાખીશ નહીં હોવાની ધમકી આપી
લાલગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય મહિલાના 2020માં લગ્ન થયા હતા. પતિ પત્ની સુરતમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા અને સોનાનું કામ કરે છે. લગ્નના 15 દિવસ બાદથી પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના અન્ય મહિલા સાથે અફેર હોવાની જાણ થતા પતિને પૂછ્યું હતું. જેથી પતિએ કહ્યું હતું કે, મારે તો અફેર છે તારે મારી સાથે રહેવું હોય તો રહે. ત્યારબાદ માર માર્યો હતો અને કોઈને જાણ કરી તો તને રાખીશ નહીં હોવાની ધમકી આપી હતી.

પતિ રોજબરોજ મારઝૂડ કરતો
પતિ સુધરી જશે તેવી આશા સાથે પતિ સાથે મહિલા રહેતી હતી. જોકે, પતિ રોજબરોજ મારઝૂડ કરતો હતો. 2021માં પ્રથમ મેરેજ એનિવર્સરીના દિવસે પતિએ પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મૂકી હતી. દરમિયાન પતિના મોબાઈલ પર કોલ આવતા પત્નીએ રિસિવ કર્યો હતો. સામેથી એક સ્ત્રીએ કહ્યું હતું કે, તું સૂવે મારી સાથે અને રંગરલીયા બીજા સાથે મનાવે છે અને મેરેજ એનિવર્સરી બીજી સાથે કરે છે. જેથી પત્નીએ કહ્યું હતું કે, કોણ બોલો છો? તો તેણીએ કોલ કટ કરી નાખ્યો હતો.

પત્નીને ભાડાના ઘરમાં મૂકી પતિ વતન બંગાળ ભાગી ગયો
પરસ્ત્રીના કોલ અંગે પત્નીએ પતિને જણાવતા પતિએ ઝઘડો શરૂ કરી માર માર્યો હતો. જેથી મહિલાએ તેના પિતાને જાણ કરી હતી. સસરા સમજાવવા જતા તેની સાથે પણ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પત્નીને ભાડાના ઘરમાં મૂકી પતિ વતન બંગાળ ભાગી ગયો હતો. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...