કામગીરી:શહેરની 721 સોસાયટીમાંથી 449ના રોડ કોંક્રીટના બની ગયા, 56નું કામ પ્રગતિમાં

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમામ મુખ્ય માર્ગો મળી 300 કિમી રસ્તા સિમેન્ટ કોંક્રીટના બનાવી દેવાયા
 • 20% ફરજિયાત ફાળામાંથી મુક્તિ ​​​​​​​​​​​​​​અપાતાં અરજીઓ વધી

શહેરના મુખ્ય રસ્તા સહિત 300 કિમી રોડ સીમેન્ટ કોંક્રીટના બન્યા છે. સોસાયટીઓ બાબતે 721 અરજીમાંથી 449ના રસ્તા બની ચૂક્યા છે જ્યારે 56ની કામગીરી જારી છે. જેમાં 125 કરોડનો ખર્ચ થયો છે. શાસકોએ ફરજિયાત 20% ફાળો ભરવાની જોગવાઈમાંથી મુક્તિ આપી સીસી રોડ સરકારી ગ્રાંટ, સાંસદ-ધારાસભ્યની ગ્રાંટ અને પાલિકાની મળી 100 ટકા ગ્રાન્ટમાંથી જ થઈ શકે તે માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યારથી 1 જ વર્ષમાં અધધ 248 અરજી આવી છે તેમાંથી 57ના રોડ બની ગયાં છે અને 50ના કામ ચાલુ છે.

પાલિકાના ઝોન પ્રમાણે સોસાયટીઓમાં સીસી રોડની કામગીરી

ઝોનકુલકામકામ
અરજીચાલુપૂર્ણ
ઉધના-એ/બી16115
રાંદેર99961
અઠવા46320
વરાછા-એ73240
લિંબાયત75332
વરાછા-બી1102108
કતારગામ30236173
કુલ72156449

શહેરના આ મુખ્ય માર્ગો કોંક્રીટના બન્યા

 • ​​​​​​​સુરત-ડુમસ રોડ, ગૌરવ પથ
 • ઉધના-મગદલ્લા રોડ
 • સુરત-નવસારી રોડ
 • સુરત-કામરેજ રોડ (વાલક પાટિયા સુધી)
 • સુરત-બારડોલી રોડ
 • રાદેર રોડ
 • પાલ-અડાજણ
 • પાલ-પાલનપુર
 • મોટા વરાછા રોડ
 • રાદેર સુભાષ ગાર્ડન ઉગત તરફ રોડ
 • આઉટર રીંગ રોડ (સારોલી બ્રિજ થી વરિયાવ ખાડી સુધી)
 • ભીમરાડ ખાડી‌થી સિદ્ધાર્થ નગર સુધી
 • પાડેસરા GIDC રોડ
 • લિબાયત શિવાજીનગર ખાડી બ્રિજ પાસે
 • ઉધના-ડીંડોલી FOB સુધી

ડામર રોડ હોય તે સોસાયટીએ માત્ર 500 રૂપિયા ભરી અરજી કરવી પડશે
લાભ લેવા માંગતી સોસાયટીઓમાં ડામર રોડ હોય તેને સીસી રોડ બનાવવા માટે માત્ર 500 રૂપિયા ભરીને અરજી કરવાની રહેશે, જ્યારે પ્રથમ વખત રોડ બનાવવાનો હોય તો એસ્ટિમેટ બનાવવા માટે નક્કી થયેલા 5 હજાર રૂપિયા ભરીને જૂની પદ્ધતિ પ્રમાણે જ અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...