સર્વે:51 દર્દીમાંથી 45એ ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે રસીના બંને ડોઝ લીધા હતા, એન્ટિબોડી ઘટતાં કોરોના થયો પણ તમામ ઘરે જ સારવાર હેઠળ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરીથી ઓક્ટોબર વચ્ચે રસી લેનારા 51ને હાલમાં કોરોના - Divya Bhaskar
ફેબ્રુઆરીથી ઓક્ટોબર વચ્ચે રસી લેનારા 51ને હાલમાં કોરોના
  • છેલ્લા 14 દિવસમાં 65 લોકોને કોરોના થયો જેમાંથી 51 દર્દી ફુલ્લી વેક્સિનેટેડ છે
  • સૌથી વધુ એપ્રિલમાં બંને ડોઝ લેનારા 60+ ના 17 લોકોને ચેપ લાગ્યો, ઓગષ્ટથી ઓક્ટોબર વચ્ચે રસી લેનારા 6 પણ સંક્રમિત

સુરતમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના 65 કેસ નોંધાયા છે જેમાંથી 51 લોકો ફુલ્લી વેક્સિનેટેડ હતા. જેથી માત્ર એક જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં હતા. જયારે બાકીના 50 લોકો હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા સાત દિવસમાં જે 51 કેસ નોંધાયા છે તે તમામે ફેબ્રુઆરીથી ઓકટોબર મહિના દરમિયાન વેકસિનના બંન્ને ડોઝ લીધા હતા. જેમાં સૌથી વધુ 17 એવા દર્દી છે જેમણે એપ્રિલમાં વેકિસનના બંન્ને ડોઝ લઈ લીધા હતા.

તે જ રીતે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જેમણે વેકસિનના બંન્ને ડોઝ લીધા હતા તેમનામાં વેકિસનથી શરીરમાં બનતી એન્ટીબોડીનું પ્રમાણ ઓછું થયું હોવાના કારણે તેમને આ દર્દીઓની સંખ્યા ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબરની તુલનામાં વધુ છે. એટલેકે, મે મહિનામાં રસી લીધી હતી તેવા સાત, જુનમાં લીધી હોય તેવા ચાર, જુલાઈમાં લીધી હોય તેવા છ લોકોને પણ અત્યારે કોરોના થયો છે. જયારે ઓગષ્ટમાં વેકિસનના બંન્ને ડોઝ લીધા હોય તેવા માત્ર બે લોકો, સપ્ટેમ્બરમાં લીધી હોય તેવા ત્રણ અને ઓકટોબરમાં વેકસિનના બંન્ને ડોઝ લીધા હોય તેવા માત્ર એક જ વ્યકિતને અત્યારે કોરોના થયો છે.

પાલિકા સુત્રો પાસેથી મળેલી આ ડેટાના આધારે એક્સપર્ટનું માનવું છે કે, હવે બુસ્ટરડોઝ શરૂ કરવા જરૂરી છે. જે પ્રમાણે વેકસિન માટે ક્રમ બનાવવામાં આવ્યો હતો તે જ ક્રમમાં બુસ્ટરડોઝ પણ આપવાં જોઈએ.

વેક્સિન આપી તે જ ક્રમમાં બુસ્ટર ડોઝ આપવો જોઈએ
ફેબ્રુઆરી અને માર્ચમાં માત્ર ફ્ર્ન્ટલાઈનર્સને વેકસિન આપવામાં આવી હતી. એપ્રિલથી 60 પ્લસની ઉંમરના લોકો માટે વેકસિન શરૂ કરવામાં આવી હતી. બુસ્ટરડોઝ સૌ પ્રથમ હેલ્થવર્ક્સ અથવા ફ્ર્ન્ટલાઈનર્સને આપવો જોઈએ અને ત્યારબાદ 60 પ્લસના લોકોને આપવો જોઈએ.

એન્ટિબોડી જાળવવા હવે બુસ્ટર ડોઝ આપવો પણ આવશ્યક છે
કોરોના થઈ ગયો હોય તેવા લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ હજુ પણ વધુ છે. પરંતુ શરૂઆતમાં જેમણે વેક્સિન લીધી તેમનામાં આ પ્રમાણ ઘટી રહ્યું છે એટલે કેસ જોવા મળી શકે. હવે બુસ્ટર ડોઝની પણ આવશ્યકતા જોવા મળી રહી છે. - ડો. સમીર ગામી, યુનિક હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...