તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Number Of Tests In Surat Has Been Increased To 25000, But The Positivity Rate Has Increased By 6 Percent Due To The New Strain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સુરતમાં ટેસ્ટની સંખ્યા 25000 કરાઈ, પરંતુ UKના નવા સ્ટ્રેનના પગપેસારાથી પોઝિટિવિટી રેટ 6% વધી જતા લોકોના જીવ અધ્ધર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કોરોના સંક્રમણ વધતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો (ફાઈલ તસવીર). - Divya Bhaskar
સુરતમાં કોરોના સંક્રમણ વધતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો (ફાઈલ તસવીર).
  • રોજના 700ની આસપાસ કેસ આવતાં હજી પણ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા માટેની તૈયારી
  • ઘરે ઘરે જઈને ટેસ્ટીંગ કરવા માટે ધન્વન્તરી રથની સંખ્યામાં પણ વધારો કરીને 121 કરી દેવાયા

સુરત શહેર જિલ્લામાં કોરોનું સંક્રમણ અનેક ગણું વધી રહ્યું હોવાથી નિયંત્રણ લાવવા માટે ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કર્યો છે. ફેબ્રુઆરીમાં માત્ર 25 કેસ જ સામે આવ્યા હતા. જોકે, ત્યારબાદ ચૂંટણી અને યુકે-આફ્રિકાના નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલ 600થી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલ રોજના 25 હજાર કરતાં વધુ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ટેસ્ટીંગ કરવા માટે પાલિકાએ તૈયારી કરી લીધી છે. હાલ થતા ટેસ્ટમાં પોઝિટિવિટી રેટમાં 6 ટકાનો ચિંતાજનક વધારો આવ્યો છે. સુરતીઓ વધુ સતેજ નહીં રહે તો આગામી દિવસોમાં સુરતની સ્થિતિ વધુ ગંભીર શઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

કુલ ટેસ્ટમાંથી RTPCRનું પ્રમાણ 18 ટકા
સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવિટી કેસનો ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સંક્રમણ એટલું વધું છે કે, સુરત રાજ્યમાં સંક્રમણણાં ટોપ પર પહોંચી ગયું છે. પોઝિટિવિટી રેટ ચિંતાજનક છે. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ 18 ટકા છે. આ સાથે એન્ટિજન ટેસ્ટમાં 6 ટકાવો વધારો થઈ ગયો છે. સુરતના વરાછા-બી ઝોન સાથે લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારમાં પોઝિટિવ કેસનું પ્રમાણ ઘણું ઓછું હતું ત્યાં પણ કેસો વધી રહ્યા છે.

સપ્તાહમાં લિંબાયતમાં 6 ટકા ગ્રોથ રેટ નોંધાયો
પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. જોકે, છેલ્લા અક સપ્તાહમાં લિંબાયત, વરાછા-બી અને ઉધના તથા સેન્ટ્રલ ઝોનમાં પોઝિટિવ રેટ વધી રહ્યો છે. સપ્તાહમાં લિંબાયતમાં 6 ટકા, વરાછા-બીમાં 4.6, ઉધનામાં 2.3 ટકા અને સેન્ટ્રલ ઝોનમાં 2.2 ટકા ગ્રોથ રેટ નોંધાયો છે.

ધન્વન્તરી રથની સંખ્યા વધારવામાં આવી.
ધન્વન્તરી રથની સંખ્યા વધારવામાં આવી.

ફેબ્રુઆરીમાં માત્ર 25 કેસ જ આવતા હતા
સુરત શહેર જિલ્લામાં 8 ફેબ્રુઆરીના રોજ માત્ર 25 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ચૂંટણીના માહોલ સુરત વિસ્તારમાં 25થી 50ની વચ્ચે પોઝિટિવ કેસ આવતાં હતા. જોકે રાજકારણીઓએ ચૂંટણી પ્રચાર અને વિજય સરઘસમાં કોવિડના નિયમો ધજાગરા ઉડાવ્યા હતા. ત્યારબાદ કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા હતા. જેથી જે પહેલાં 25થી 50ની વચ્ચે કેસ હતા તે વધીને હાલ 600થી 700ની વચ્ચે થઈ ગયાં છે. ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના સંક્રમણ ઓછું હતું. ત્યારે પાલિકા દ્વારા આઠ હજાર જેટલા ટેસ્ટ કરતી હતી. પરંતુ હાલમાં આખા ગુજરાતમાં સુરતનું સંક્રમણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.

25 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ શરૂ
સુરતમાં કોરોનાનું સંક્રમણ અનેક પ્રયાસ છતાં પણ કાબૂમાં ન આવતાં સરકારે એમ. થેન્નારાશન બાદ વધુ બે અધિકારીઓને સુરતમાં ઉતાર્યા હતા. ત્યાર બાદ વધુ બે અધિકારીઓને પણ સુરતમાં મૂકવામાં આવ્યા છે. એમ. થેન્નારાશને આવ્યાના પહેલાં જ દિવસે ટેસ્ટીંગ 25 હજાર કરી દેવામાં આવશે તેવી વાત કરી હતી. હાલમાં પાલિકા દ્વારા 25 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાના દર્દીઓને વહેલા ઓળખીને તેઓને સંક્રમણ ફેલાવતાં અટકાવવામાં આવશે.
કોરોનાના દર્દીઓને વહેલા ઓળખીને તેઓને સંક્રમણ ફેલાવતાં અટકાવવામાં આવશે.

ધન્વન્તરી રથની સંખ્યા વધારીને 121 કરાઈ
પાલિકા કોરોનાના કેસ વહેલાં ઓળખીને આઈસોલેશન કરી દેવામાં આવે તે માટે ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હજી આ ટેસ્ટીંગમાં વધારો કરાશે અને કોરોનાના દર્દીઓને વહેલા ઓળખીને તેઓને સંક્રમણ ફેલાવતાં અટકાવવામાં આવશે. હાલમાં લોકોના ઘરે જઈને ટેસ્ટીંગ થાય તે માટે ધન્વન્તરી રથની સંખ્યા વધારીને 121 કરી દેવામાં આવી છે. સંક્રમણ ઓછું હતું ત્યારે પાલિકાએ ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રદ્દ કરી દીધા હતા. હવે સંક્રમણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જતાં પાલિકાએ ધન્વન્તરી રથની કામગીરીમાં પણ વધારો કરાયો છે.

જુલાઈ-2020થી વધુ કેસ અને પોઝિટિવ રેટ પણ વધુ
છેલ્લા એક વર્ષ દરમિયાન માર્ચમાં પહેલો કેસ નોંધાયા બાદ સુરત શહેરમાં માર્ચથી જૂન સુધી કોરોના કાબૂમાં રહ્યો હતો. જોકે, ત્યારબાદ બેકાબૂ બની ગયો હતો. જેમાં જુલાઈ 8 હજારથી વધુ કેસ અને પોઝિટિવિટી રેટ 4થી 5 ટકા આસપાસ રહ્યો હતો. ત્યારબાદ 5 ટકાના પોઝિટિવ રેટ સાથે ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં કેસ નોંધાયા હતા. ત્યારબાદ ધીમેધીમે કેસમાં ઘટાડો થયો હતો. 8 ફેબ્રુઆરી 2021માં રોજ માત્ર 25 કેસ જ નોંધાયા હતા. જોકે, માર્ચ મહિનામાં આ કેસનો આંકડો 700 નજીક પહોંચી ગયો છે અને પોઝિટિવિટી રેટ 6 ટકા થઈ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો