• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • People From Pune Area Of Surat Protested Against The Demand For Roads, Women Reached Varachha Zone Office By Filling Tractors And Protested.

રોડ માટે રોષ:સુરતના પુણા વિસ્તારના લોકોએ રસ્તાની માગને લઇને વિરોધ, ટ્રેક્ટર ભરીને મહિલાઓ વરાછા ઝોન કચેરી પહોંચી દેખાવ કર્યા

સુરત4 મહિનો પહેલા
મહિલાઓએ છાજિયા પણ લીધા હતાં.
  • નારાયણ નગરના રહીશો દ્વારા RCC રોડ માટે 2013થી માગણી કરવામાં આવી છે

સુરતના પુણા વિસ્તારના નારાયણ નગરના રહીશો દ્વારા RCC રોડ માટે 2013થી માગણી કરવામાં આવી છે. લોકો દ્વારા રોડ બનાવવા માટે પૈસા પણ મહાનગરપાલિકામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. ઘણા વર્ષો વીતી ગયા છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોની માંગ પૂર્ણ કરવામાં આવી રહી નથી. આખરે આજે નારાયણ નગર સોસાયટીના તમામ રહીશો અને વિશેષ કરીને મહિલાઓ ટ્રેક્ટરમાં બેસીને વરાછા ઝોન ખાતે મોરચો લઈને પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કામગીરી ન થતાં રોષ
નારાયણ નગર સોસાયટીમાં કેટલીક ટેક્નિકલ ક્ષતિ હોવાને કારણે કોર્પોરેશનના અધિકારીઓએ કામની શરૂઆત ન કર્યો હોવાનું સ્થાનિકોએ કબૂલ્યું હતું. પરંતુ ત્યારબાદ તમામ બાબતોનો ઉકેલ આવ્યા ગયો છે. રહીશો દ્વારા 2013 અને ત્યારબાદ 2018માં પણ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા કોઇ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી રહી નથી. જેને લઇને પોતાના વિસ્તારમાં તાત્કાલિક અસરથી રોડ બનાવવા માટેની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

લોકોએ આક્ષેપ કર્યા
સ્થાનિક રહીશ શૈલેષ ધનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોસાયટીના રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકાને 2019માં રૂપિયા 6.79 લાખ આપી દેવામાં આવ્યા છે. અમારા સોસાયટીના રોડનું કામ છે. તેનું કુલ ખર્ચ 43.23 લાખ છે. ત્યારે પણ અધિકારીઓને પૂછવામાં આવે છે. ત્યારે કમિશનર સાહેબ પાસે ફાઈલ મોકલી દેવામાં આવી છે. પ્રકારની વાત કરવામાં આવે છે. વિકાસ માટેની મોટી મોટી વાતો કરનારા શાસકો પણ આને લઈને ગંભીર નથી. વર્ષોથી સ્થાનિક લોકોને પરેશાની હોવા છતાં પણ કોઈ કામ અમારું કરવામાં આવી રહ્યું નથી. જેને કારણે આખી સોસાયટીની અંદર ખૂબ રોષ છે.