તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનો માળો વિખાયો:મહુવામાં મોતને ભેટનાર સુરતના પરિવારની અંતિમ તસવીરો, નદીમાં ડૂબતા પતિને બચાવવા જતાં પત્ની, માતા અને બે ભાભી પણ ડૂબ્યાં, 4નાં મોત

સુરત22 દિવસ પહેલા
ખુશખુશાલ પરિવારની છેલ્લી તસવીર.
  • એક મહિના પહેલાં લગ્ન કરનાર નવદંપતી સાથે લગ્નની મન્નત ચઢાવ્યા બાદ નદીમાં નાહવા જતા પરિવારના 5 સભ્ય ડૂબ્યાં
  • ગત રોજ રાત સુધી નદીમાં ગુમ ત્રણની શોધખોળ કરી હતી, આજે ફરી શોધખોળ કરતા વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

સુરતના મુસ્લિમ પરિવારના દીકરાના એક માસ પહેલાં જ લગ્ન થયા હોઈ, ગત રોજ(મંગળવાર) મહુવાના કુમકોતર ખાતે આવેલી જોરાવર પીરબાવાની દરગાહની લીધેલી મન્નત પૂરી કરવા આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવી નવદંપતી સહિત પરિવારના સભ્યો નદીમાં નાહવા ગયાં અને 5 સભ્ય ડૂબી જવાની ઘટનાથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પરિવારમાં 2 ભાઈ અને પિતા તેમજ બાળકો રહી ગયાં હતાં. ગત રોજ બે મહિલાના મૃતદેહ મળ્યા બાદ આજે વધુ બે મહિલાના મૃતદેહ મળી આવ્યા છે. આમ સાસુ અને ત્રણ પૂત્રવધુના મોત થઈ ગયા છે. જ્યારે યુવકની શોધખોળ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યો નાહવા જતાં આનંદની ક્ષણ ક્ષણવારમાં શોકમાં પરિવર્તિત થઈ. પરિવાર દ્વારા લેવામાં આવેલી છેલ્લી તસવીરો સામે આવી છે.

નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય નદીમાં નાહવા ગયા હતા
રતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર શહેરમાં કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલાં જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માગી હતી, જે પૂરી કરવા માટે મંગળવારે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય દરગાહ નજીક અંબિકા નદીમાં નાહવા માટે ગયા હતા.

ડાબેથી એક માસ પહેલાં લગ્ન કરનાર નવોઢા, વચ્ચે મૃતક ભાભી અને હજુ પણ ગુમ અન્ય એક ભાભી.
ડાબેથી એક માસ પહેલાં લગ્ન કરનાર નવોઢા, વચ્ચે મૃતક ભાભી અને હજુ પણ ગુમ અન્ય એક ભાભી.

નવોઢા લગ્નના માંડ એક માસ જોઈ શકી
પરિવારના સભ્યો નાહતા આનંદની ક્ષણ ક્ષણવારમાં શોકમાં પરિવર્તિત થઈ હતી. પાણીમાં નવદંપતી સહિત પરિવારના 5 સભ્ય ગરક થઈ જવાની ઘટના બની હતી. મન્નત ચઢાવવા આવેલા પરિવારના 5 સભ્ય પર કાળનો કહેર થયો હતો. નવોઢાના લગ્નને માંડ એક માસનો સમય થયો હતો. આ નવદંપતીની પાણીમાં રાત્રે શોધખોળ કરવા છતાં ભાળ મળી નહોતી. જોકે બુધવારે સાંજે પત્ની સમીમબી આરીફશા ફકીરની લાશ મળી આવી હતી. જ્યારે પતિની શોધખોળ ચાલી રહી છે.

પિતા અને ભાઈ સુરત હોઈ, જાણ થતાં જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્ય ડૂબી ગયા હોઈ, જેના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

નદીમાં ગુમ થયેલો યુવક અને પરિવારની તસવીર.
નદીમાં ગુમ થયેલો યુવક અને પરિવારની તસવીર.

નદીકાંઠે બાળકો અને એક ભાઈ હતો, પણ બચાવી ન શક્યો
યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોઈ માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતાં તે પણ ખેંચાઈ ગઈ હતી, એ જોતાં પત્ની સમીમબી આરીફશા ફકીરે બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગતાં અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂક્ષારબી જાકુરશા ફકીર પણ બચાવવા જતાં ઊંડા પાણીમાં ખેંચાઈ ગયાં હતાં. જોતજોતાંમાં પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા. બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નાહવા પડ્યા નહોતાં. તેમણે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ખેંચાયાં હતાં. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (55) અને પરવીનબી જાવીદશા ફકીર (30)ના મૃતદેહ મળ્યા હતા, જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી. બુધવારે ફરી શોધખોળ કરવામાં આવતા રૂક્ષારબી જાકુરશા ફકીર અને સમીમબી આરીફશા ફકીરનો મૃતદેહ મળી આવ્યો હતો.

ડૂબતાં પહેલાં અંબિકા નદીમાં પરિવારે મસ્તી કરી હતી.
ડૂબતાં પહેલાં અંબિકા નદીમાં પરિવારે મસ્તી કરી હતી.

મારી પત્ની-માતા સહિતનો પરિવાર મારી નજર સામે જ ડૂબી ગયાઃ બચી જનાર ભાઈ
જાવીદશા સલીમશા ફકીર (ડૂબી જનાર પરિવારનો સભ્ય)એ જણાવ્યું હતું કે સુરતથી રિક્ષા લઈ પરિવારજનો સાથે જોરાવર પીરબાવાનાં દર્શને આવ્યા હતા. દર્શન કરી પત્ની, ભાઈ, માતા અને ભાભી સહિતના પરિવાર સભ્યો નદીમાં નાહવા ગયાં હતાં અને હું બહાર જ બેઠો હતો. અચાનક નાહતાં નાહતાં મારો ભાઈ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા પ્રથમ મારી માતા ગઈ, તે પણ ડૂબવા લાગતાં તેમને બચાવવા મારા ભાઈની પત્ની અને ત્યાર બાદ મારી પત્ની અને ભાભી પણ બચાવવા જતાં તમામ મારી નજર સામે જ ડૂબી ગયાં હતાં. મેં નદીના પાણીમાંથી બાળકોને બહાર કાઢી લીધા હતા, પરંતુ અન્યોને ડૂબતા બચાવી શક્યો નહોતો.

પરિવારની ત્રણ મહિલાની નદીમાંથી લાશ મળી આવી હતી.
પરિવારની ત્રણ મહિલાની નદીમાંથી લાશ મળી આવી હતી.

બે વર્ષ અદાઉ પણ બે યુવાન ડૂબ્યા હતા
બે વર્ષ અગાઉ 11 નવેમ્બર 2019ના રોજ પણ સુરતના બે યુવાન કુમકોતર ગામે દરગાહ પર ચાદર ચઢાવી અંબિકા નદીમાં નાહવા ગયા હતા અને નાહતાં નાહતાં બંને ડૂબી ગયા હતા. બહારથી આવતા લોકોની અહીં ડૂબવાની ઘટના બની છે. સ્થાનિકો આ ડુબાઉ સ્થળથી પરિચિત છે, જેથી તેઓ આ સ્થળે જતા નથી.

એક માસ પહેલાં જ લગ્ન કરનારા યુવકની છેલ્લી તસવીર.
એક માસ પહેલાં જ લગ્ન કરનારા યુવકની છેલ્લી તસવીર.

નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મુકાયાં છે
જોરાવરપીરની દરગાહ પરથી લોકો અંબિકા નદીમાં નાહવા જતા હોવાથી ટ્રસ્ટ બે રસ્તા પર બેરિકેડ્સ બનાવ્યા છે. અંબિકા નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મૂકવામાં આવ્યાં છે છતાં સુરતનો પરિવાર નદીમાં નાહવા ઊતર્યો હતો અને એક પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા.

માતા સહિત 10 સભ્ય મન્નત પૂરી કરવા ગયા હતા.
માતા સહિત 10 સભ્ય મન્નત પૂરી કરવા ગયા હતા.

એક જ પરિવારના 5 સભ્ય ડૂબતાં અધિકારીઓ દોડી આવ્યા હતા
એક જ પરિવારના 5 સભ્ય નદીમાં ખેંચાઈ જવાની ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. જિલ્લા પોલીસવડાં ઉષા રાડા, ડીવાયએસપી રૂપલ સોલંકી, બારડોલી પ્રાંત અધિકારી વિજય રબારી , મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર આવ્યાં હતાં.

મૃતકનાં નામ

  • રૂક્ષાનાબી સલીમશા ફકીર(55)
  • પરવીનબી જાવીદશા ફકીર(30)
  • રૂક્ષારબી જાકુરશા ફકીર(27)
  • સમીમબી આરીફશા ફકીર(18)

નદીમાં ગુમ થયેલા સભ્યો

  • આરીફશા સલીમશા ફકીર (22)