દર્દીઓને રાહત થશે:સુરત સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગ જર્જરીત, દર્દીઓને કિડની હોસ્પિ. બિલ્ડીંગમાં શિફ્ટ કરાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત સિવિલ હોસ્પિટલ. - Divya Bhaskar
સુરત સિવિલ હોસ્પિટલ.
  • બે દિવસ પહેલા સિઝનલ ફ્લૂ ઓપીડીમાં સ્લેબનો ભાગ તૂટ્યા બાદ દર્દીઓ-સ્ટાફમાં ગભરાટ વધ્યો હતો

સુરત સિવિલ હોસ્પિટલનું 55 વર્ષ જુનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. વારંવાર છત કે બીમના પોપડા પડી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી હતી. સિઝનલ ફ્લૂ ઓપીડીમાં શુક્રવારે સ્લેબનો ભાગ તૂટતા મહિલા કર્મચારીને ઈજા થયા બાદ જુની બિલ્ડીંગ જર્જરિત બિલ્ડીંગમાંથી દર્દીઓને કિડની બિલ્ડીંગમાં શિફ્ટીંગ કરવા અંગે તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

સ્લેબના ભાગ તથા પોપડા અને ફોલ સિલિંગ સહિતની સમસ્યાઓ
નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં સિઝનલ ફ્લૂ ઓપીડીમાં શુક્રવારે સવારે સ્લેબનો ભાગ તૂટીને સફાઈ કર્મચારી વિમલબાઈ પાટીલ પર પડ્યો હતો. જેના લીધે સિવિલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સિવિલની જુની બિલ્ડીંગમાં ધણા વર્ષો પહેલા બાંધકામ થયું હતું. તેથી બિલ્ડીંગ જર્જરીત થઇ ગઇ છે. બિલ્ડીંગના કેટલાક ભાગમાં સ્લેબના ભાગ તથા પોપડા અને ફોલ સિલિંગ સહિતની સમસ્યાઓ સર્જાઇ રહી છે.

ગત શુક્રવારે સિઝનલ ફ્લૂ ઓપીડીમાં પોપડા પડ્યા હતા.
ગત શુક્રવારે સિઝનલ ફ્લૂ ઓપીડીમાં પોપડા પડ્યા હતા.

ડોક્ટરો અને સ્ટાફે રજૂઆત કરી હતી
જુની બિલ્ડીંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી કિડની બિલ્ડીંગમાં દર્દીઓને શિફ્ટ કરવા જોઇએ તેવો મત ડોકટરો અને સ્ટાફનો હતો. સિવિલના તબીબી અધિક્ષકે કહ્યું કે જુની બિલ્ડીંગના મેડીસીન વિભાગના વોર્ડના દર્દીઓને તથા ડાયાલીસીસ વિભાગને સિવિલની કિડની બિલ્ડીંગમાં શિફ્ટીંગ કરવા માટે તૈયારી શરૂ કરી છે.

વારંવાર પોપડા પડવાની સમસ્યા થઈ રહી હતી.
વારંવાર પોપડા પડવાની સમસ્યા થઈ રહી હતી.

વરસાદી માહોલમાં પાણી ટપકવાની સમસ્યા કાયમી
સુરત સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ 50 વર્ષ કરતાય જુનું હોવાનું તબીબોનું કહેવું છે. બિલ્ડીંગમાં ઠેક-ઠેકાણે છત અને બીમમાંથી સળીયા બહાર દેખાવા માડ્યાં છે. જ્યારે ચોથા માળે વરસાદી માહોલમાં પાણી ટપકવાની સમસ્યા કાયમી બની ગઈ છે. હાલ હોસ્પિટલ બિલ્ડીંગમાં મોટા ઉપાડે રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ તે ફક્ત નામ ખાતર હોય તેમ વારંવાર બની રહેલી છતના પોપડા પડવાની ઘટનાઓ જોતા લાગી રહ્યું છે. તાજેતરમાં જ ડાયાલિસીસ વોર્ડમાં ફોલ સીલીંગ તૂટી પડી હતી. જ્યારે ગુરુવારે સાંજે એચ-વોર્ડના બહારના ભાગે છતનો પોપડો પડ્યો હતો.