તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Director Of Sumul Dairy Submitted A Written Representation To The Chief Minister To Survey The Damage Caused By Cyclone And Pay Compensation To The Pastoralists Of Surat

રજૂઆત:સુરતના પશુપાલકોને વાવાઝોડાથી થયેલા નુકશાનનો સરવે કરી વળતર ચૂકવવા સુમુલ ડેરીના ડિરેક્ટરે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી

સુરત2 મહિનો પહેલા
સુમુલ ડેરી ડિરેક્ટર જયેશ દેલાડ.
  • વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે પશુપાલકોનો ઘાસચારો પલળી ગયો

સુરતમાં તાઉ-તે વાવાઝોડાથી કાચા-પાકા મકાનની સાથે ખેતીપાકને ભારે નુકશાન થયું છે. ડાંગર, કેળાં, કેરી સહિતના પાકને નુકશાન થવા સાથે પશુપાલકોને પણ નુકશાન પહોંચ્યું છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે પશુપાલકોનો ઘાસચારો પલળી ગયો હતો. ઘાસચારો પલળી જતાં પશુપાલકોને નુકશાન થયું છે. તેમ છતાં સરકારે પશુપાલકોને થયેલા નુકશાન સામે કોઇપણ પ્રકારનું વળતર નહીં ચૂકવતા નુકશાનીનો સરવે કરી વળતર ચૂકવવા માગ કરી છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી વળતર ચૂકવવા માંગણી કરી છે.

પશુઓને ખવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થશે
દક્ષિણ ગુજરાતના હજારો પશુપાલકોનો ઘાસચારો પલળી જતાં ભારે નુકશાન થયું છે. હાલ ચોમાસા માટે ઘાસચારો ભરવાની સિઝન ચાલી રહી છે. જેને પગલે પશુપાલકોએ મોંઘા ભાવે ઘાસચારો ખરીદી સંગ્રહ કર્યો હતો. પરંતુ વાવાઝોડાને પગલે ઘાસચારો પલળી જતાં હવે પશુઓને ખવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થશે. ત્યારે પશુપાલકોને ઘાસચારાના નુકશાન સામે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાવાઝોડાને કારણે મકાનના થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તેજ પ્રમાણે આગામી દિવસોમાં તે અંગેની જાહેરાત કરીને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરવાની કામગીરી કરીને બને તેટલી ઝડપથી વળતર ચૂકવવાની વ્યાવસ્થા કરવામાં આવે તે ખુબ જ જરુરી છે.

ઘાસચારો પલળી જતા પશુપાલકોને મોટું નુકશાન થયું છે.
ઘાસચારો પલળી જતા પશુપાલકોને મોટું નુકશાન થયું છે.

વાવાઝોડામાં પશુપાલકોના તબેલાને નુકશાન થયું
વાવાઝોડા સમયે પશુના તબેલો પડી ગયો હોય કે અન્ય કોઇ કારણસર પશુપાલકની ગાય-ભેંસ મૃત્યુ પામી હોય તો તેવા કિસ્સામાં સરકારે 30 હજાર રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે. પરંતુ આજે ગાય-ભેંસની કિંમત 80 હજારથી લઇને દોઢ લાખ રૂપિયા સુધીની છે. ત્યારે 30 હજારના વળતરને બદલે પશુપાલકોને 60 હજાર રૂપિયા વળતર ચૂકવવા માગણી કરી છે. તાઉ-તે વાવાઝોડામાં પશુપાલકોના તબેલાને નુકશાન થયું હોય તો તેઓને ફિક્સ 2100 રૂપિયા વળતર આપવા સરકારે જોગવાઇ કરી છે. પરંતુ તબેલાને નુકશાન થવાના કેસમાં 2100 રૂપિયાનું વળતર ખુબ જ ઓછું હોવાથી પશુપાલકોને થયેલું પૂરેપૂરું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.