રક્ષાબંધન પહેલા બહેન ગુમાવી:સુરતમાં ચાર ભાઈઓની એકની એક બહેનનું શંકાસ્પદ મોત, ભાઈએ કહ્યું- દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ હત્યા કરી

સુરત2 મહિનો પહેલા
મૃતક પરિણીતાની ફાઈલ તસવીર.
  • દહેજ પેટે હોન્ડા કંપનીની કાર આપી હોવા છતાં બહેનને દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ ત્રાસ આપી મારી નાખીઃ ભાઈ

સુરતમાં વેડરોડ રિવર પાર્ક સોસાયટીમાં પરિણીતાનું શંકાસ્પદ મોત નિપજતા ચારે ભાઈઓએ રક્ષાબંધન પહેલાં જ એકની એક બહેન ગુમાવી છે. મોઢા અને ગાલ ઉપરથી ઇજા નિશાન મળી આવતા બહેનની હત્યા કરાઈ હોવાનો ભાઈએ આક્ષેપ કર્યો છે. ત્રણ દિવસ પહેલા જ સાસરિયાંઓ કામકાજને લઈ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સાથે બહેન ઘરે આવી હતી. યુપીમાં લગ્ન બાદ સુરતમાં દહેજ પેટે હોન્ડા કંપનીની કાર આપી હોવા છતાં બહેનને દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ ત્રાસ આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ ભાભીને ફોન કરી કહ્યું- પતિ સહિત સાસરિયા ત્રાસ આપે છે
સુષ્મા રામ પટેલ (મૃતક સરિતાની ભાભી) એ જણાવ્યું હતું કે નણંદ સરિતાના લગ્ન બે વર્ષ પહેલાં જ વતન યુપીમાં થયા હતા. લગ્ન બાદ સરિતા સુરત પોતાના સાસરિયામાં આવી હતી. ચાર દિવસ પહેલા સરિતાનો ફોન આવ્યો હતો. મને અહીંયાંથી લઈ જાઉં મારી નણંદ, સાસુ અને પતિ મને માનસિક હેરાનગતિ કરે છે. ભાઈને કહો મને લઈ જાય, ત્યારબાદ રામ પોતાની બહેન સરિતાને લઈ આવ્યા હતા અને સમજાવીને પરત મૂકી આવ્યા હતા.

પરિણીતાના ગાલ અને ગળાં પર ઈજાના નિશાન મળી આવ્યા.
પરિણીતાના ગાલ અને ગળાં પર ઈજાના નિશાન મળી આવ્યા.

મોઢા પર તમાચા માર્યા હોવાના નિશાન
વધુમાં જણાવ્યું હતું કે, 13મીની રાત્રે સરિતાની તબિયત ખરાબ છે એમ કહી સાસરિયાઓએ ફોન પર જાણ કરી હતી. ત્યારબાદ પરિચિત વ્યક્તિએ સરિતાને સિવિલ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. સિવિલ પહોંચતા સરિતાને મૃત જાહેર કરાઈ હતી. સરિતાના મોઢા પર તમાચાના નિશાન અને ગળા પર નિશાન મળી આવ્યા હતા. જોકે પોલીસે સવારે આવજો એમ કહી કાઢી મુક્યાં હતા. સવારે જતા બપોરે આવજો અને બપોરે જતા અલ્લા ગલ્લા કરતા સામાજિક કાર્યકર્તાને બોલાવવાની ફરજ પડી હતી.

પરિવારજનોએ સાસરિયાંએ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા.
પરિવારજનોએ સાસરિયાંએ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા.

સાસરિયાંઓ સિવિલમાંથી ભાગી ગયા
વધુમાં જણાવ્યું હતું કે, કલાકો બાદ ચોક બજાર પોલીસે ભાઈ-ભાભીની ફરિયાદ લખવાનું શરૂ કર્યું છે. સાહેબ અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા માગીએ છીએ, ચોક્કસ મારી બહેન સાથે કઈક અજુગતું થયું છે. મારી નણંદને દહેજ ભુખ્યાઓએ મારી જ નાખી છે. પોસ્ટમોર્ટમ રૂમ પરથી પણ વેવાઈ અને એમનું પરિવાર ભાગી ગયું છે.