અવિરત મેઘસવારી:સુરતમાં એક ઈંચ વરસાદ, ભગવાન મહાવીર કોલેજ પાસે રોડ પર ઘૂંટણ ડૂબ પાણી ભરાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. - Divya Bhaskar
પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
  • સુરત સિટીમાં સવારથી વરસાદ પડી રહ્યો છે
  • ઉધના વિસ્તારમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. આજે પણ સવારથી શહેરમાં હળવો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉધના વિસ્તારમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે રોડ પર ઘૂંટણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા.

પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી
વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ નજીક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના પગલે પાણી ગટર મારફતે નિકાલ થઈ રહ્યો ન હતો. જેને પગલે રોડ પર પાણીનો ભરાવો થઈ ગયો હતો. પાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરમાંથી કચરો સાફ કરી પાણી નિકાલ કરવાની ફરજ પડી હતી.

હળવા વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું.
હળવા વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું.

કોઝવેની સપાટીમાં વધારો
સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. સાથે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી છલકાતું દેખાઈ રહ્યું છે. સુરતના પીવાના પાણીના સ્ત્રોત કોઝવેની સપાટીમાં નોંધનીય વધારો થયો છે.

કોઝવે ખાતે તાપી નદીની સપાટીમાં વધારો થયો.
કોઝવે ખાતે તાપી નદીની સપાટીમાં વધારો થયો.

કોઝવે 6 મીટરે બંધ કરાશે
કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટર ઉપર કોઝવે ઓવરફલો થાય છે. જો આગાહી પ્રમાણે વરસાદ રહેશે, તો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડી શકે તેવી શક્યતા છે.

અત્યાર સુધીનો ઝોન પ્રમાણે વરસાદ

ઝોનવરસાદ(મિમિ)
સેન્ટ્રલ11
રાંદેર11
કતારગામ15
વરાછા9
લિંબાયત4
અઠવા8
ઉધના25

​​​​​​

અન્ય સમાચારો પણ છે...