તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાની ધડબડાટી:6 કલાકમાં બારડોલી-મહુવામાં 4 ઇંચ, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

સુરત3 મહિનો પહેલા
બારડોલીનગરના આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયાં.
  • 24 કલાકમાં પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, બારડોલીમાં 5 ઇંચ વરસાદ

સુરત શહેર જિલ્લામાં રાત્રે મઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાંં હતાં. બારડોલીમાં ધોધમાર વરસેલા વરસાદમાં આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયાં હતાં, જ્યારે સુરત શહેરમાં માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ સાથે સહારા દરવાજા ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે પિકઅપ વાન ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

48 કલાક મધ્યમથી વધુ વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત જિલ્લાના પલસાણામાં ધોધમાર 6 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતા. આ સાથે બારડોલીમાં પણ 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે 6 કલાકમાં જ 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

સુરતમાં ગરનાળામાં બે પિકઅપ વાન ફસાઈ
સુરત ફાયર વિભાગે જણાવ્યું હતું કે સુરતમાં રાત્રે પડેલા ભારે વરસાદને લઈ સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં બે મહિન્દ્રા પિકઅપ વાન ફસાઈ હોવાના કોલ બાદ ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં ગરનાળાની અંદર પિકઅપ વાનના ચાલક પણ ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટોઈંગ કરી બન્ને ભારી વાહનો ગરનાળામાંથી બહાર કઢાયાં હતાં.

બારડોલી નગરના ભરવાડ વસાહત વિસ્તારમાં માર્ગ પર વરસાદી પાણી ભરાયાં.
બારડોલી નગરના ભરવાડ વસાહત વિસ્તારમાં માર્ગ પર વરસાદી પાણી ભરાયાં.

વાનને ટોઈંગ કરી બહાર કાઢવી પડી પડી
ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે ચીખલીથી કેરી ભરી કડોદરા થઈ ઉધના જવા માટે સહારા દરવાજા ગરનાળામાંથી પસાર થઈ રહ્યો હતો. આગળનાં બે વાહનો નીકળી ગયાં અને તેમની મહિન્દ્રા વાન ફસાઈ ગઈ હતી. જોકે ફાયરની મદદથી ચાલક બહાર નીકળી ગયા બાદ મહિન્દ્રા વાનને ટોઈંગ કરી બહાર કાઢવી પડી હતી.

વાનચાલકોને ફાયરે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા
રજનિકાંત જોશી (મહિન્દ્રા પિકઅપ વાનના માલિક)એ જણાવ્યું હતું કે ડ્રાઇવર રાંદેર ચીકુ વાડીથી સરદાર માર્કેટ જવા નીકળ્યો હતો. સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણીમાંથી નીકળવા જતાં ગાડી બંધ પડી ગઈ હતી. ચાલક પણ ગરનાળાના પાણીમાં ફસાઈ ગયો હતો. ફાયરે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા બાદ બીજા વાહનની મદદથી ગાડીને ટોઈંગ કરી બહાર કાઢવામાં આવી હતી.

સુરતના અઠવા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.
સુરતના અઠવા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.

બારડોલીમાં રસ્તાઓ પર પાણી ભરાયાં
જિલ્લામાં ચોમાસું બેસી જતાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીના કામમાં જોતરાવાની સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે અને સારા ચોમાસાની આશા સેવી બેઠા છે તો બીજી તરફ જિલ્લામાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. ધોધમાર વરસેલા વરસાદમાં બારડોલી નગરના આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયાં હતાં.

ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો
સુરત જિલ્લાના દરેક તાલુકામાં વધતો ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે મહુવા, પલસાણા, બારડોલી અને ચોર્યાસી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવાની સાથે તાલુકાનાં ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો છે અને ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે તો ધોધમાર વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

સુરત શહેરના ગરનાળામાં પાણી ભરાયાં.
સુરત શહેરના ગરનાળામાં પાણી ભરાયાં.

સુરતમાં વરસાદમાં ત્રણ જગ્યા પર ઝાડ પડ્યાં
ધોધમાર વરસાદમાં સુરત શહેરના ભટાર ટેનામેન્ટ, લિંબાયત ઓમનગર અને નાની વેડમાં ઝાડ પડવાના બનાવ બન્યા હતા, જેને પગલે રાત્રે પણ સતત ફાયર વિભાગ દોડતો રહ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ ઝાડને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.

સુરતમાં રાત્રે 3 ઈંચ વરસાદ ખાબક્યો.
સુરતમાં રાત્રે 3 ઈંચ વરસાદ ખાબક્યો.