• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Work Of Preparing The Ground On A Temporary Basis In Surat Will Be Useful In The Preparation Of Police Recruitment Including Sports

તૈયારી:સુરતમાં હંગામી ધોરણે મેદાન તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં, સ્પોર્ટ્સ સહિત પોલીસ ભરતીની તૈયારીમાં ઉપયોગી બનશે

સુરત23 દિવસ પહેલા
કોર્પોરેશન દ્વારા નવાગામ વિસ્તારમાં મેદાનને સમતલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • પાલિકા દ્વારા નવાગામ વિસ્તારમાં મેદાનને સમતલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારના યુવકો સ્પોર્ટ્સ માટે અથવા તો પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ પાસ કરવાની જરૂરી હોય છે. તેના માટે અલાયદી વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. સ્થાનિક યુવકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં, સાંસદ અને લિંબાયત વિધાનસભા ધારાસભ્યને તેમના વિસ્તારમાં યુવકોને સુવિધા ઉભી કરવા માટે છેલ્લા ચાર વર્ષથી માંગ કરવામાં આવી રહી હતી. જેમાં અત્યારે થોડે ઘણે અંશે પૂર્ણ થતી હોય તેવું દેખાય છે. કોર્પોરેશન દ્વારા નવાગામ વિસ્તારમાં મેદાનને સમતલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પૂરજોશમાં તૈયારી
ડિંડોલી, લિંબાયત, નવાગામ, પાંડેસરા, ઉધના જવાબ વિસ્તારમાં યુવકો મોટી સંખ્યામાં આર્મી અને પોલીસમાં ભરતી થવા માટે પ્રયાસો કરતા હોય છે. આ વિસ્તારના યુવાનો છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર જ ફિઝિકલ ફિટનેસ માટેની તૈયારી કરતા દેખાતા હતા. " સડક સે સરહદ તક" નામે ગ્રુપ ચલાવીને તમામ યુવકોએ જ જગ્યાઓ પર એકત્રિત થઈને ફિઝિકલ ફિટનેસ માટેની પૂરજોશ તૈયારીઓ કરતા હોય છે. યુવાનો એકસાથે ભેગા થઈને શિસ્તબદ્ધ રીતે રનીંગ સહિતની એક્સરસાઇઝ ડામરના રસ્તા ઉપર જ કરતા હતા તેના કારણે તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

માગણી સ્વીકારીને હાલ ગ્રાઉન્ડને સમતલ કરવામાં આવી રહ્યું છે
માગણી સ્વીકારીને હાલ ગ્રાઉન્ડને સમતલ કરવામાં આવી રહ્યું છે

હંગામી ધોરણે ગ્રાઉન્ડ
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં પોલીસ ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત થતાની સાથે જ સ્થાનિક યુવાનોમાં એક નવી આશા જાગી છે. સરકારી નોકરી મેળવવા માટે યુવકો ભારે મહેનત કરતા હોય છે. ફિઝિકલી ફિટ થયા બાદ લેખિત પરીક્ષા આપવાની હોય છે. યુવકો ફિઝિકલ પરીક્ષાની અંદર સંપૂર્ણપણે ફીટ રહીને પાસ થાય તેવી તનતોડ મહેનત કરતા હોય છે. આ વિસ્તારમાં યુવકોને સુવિધા થાય તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા હંગામી ધોરણે ગ્રાઉન્ડ યુવકો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

મેદાન ન હોવાથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
મેદાન ન હોવાથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

કામગીરીને આખરી ઓપ
સ્થાનિક યુવક મહેશ ઈળવેએ જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી રસ્તા ઉપર પોલીસ અને આર્મી માટે ભરતી પ્રક્રિયાની તૈયારી કરતા હોઇએ છે. સ્થાનિક સ્તર ઉપર અમે" સડક સે સરહદ તક " એક ગ્રુપ બનાવ્યું છે જેમાં આર્મી અને પોલીસમાં ભરતી થવા માટે પ્રયાસ કરીએ છીએ. અહીં અમારા ગ્રુપમાંથી ઘણા યુવકો આર્મી માં જોડાયા છે અને પોલીસમાં પણ પસંદગી પામ્યા છે. આવનાર દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા મોટી પોલીસ વિભાગમાં ભરતી થવાની છે ત્યારે આ ગ્રાઉન્ડ હાલ સંપન્ન થઇ ગયા બાદ અમે ફિઝિકલ ફિટનેસ માટે સારી તૈયારી કરી શકીશું. સ્થાનિક નેતાઓ સાથે વારંવાર મળીને રજૂઆત કર્યા બાદ અમારી લાગણી સ્વીકારીને હાલ ગ્રાઉન્ડને સમતોલ કરવામાં આવી રહ્યું છે. જે સ્થાનિક યુવકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થશે.