તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, સારવાર માટે ખસેડાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતિન ભજીયવાલા, શહેર ભાજપ પ્રમુખ, સુરત - ફાઇલ તસવીર - Divya Bhaskar
નીતિન ભજીયવાલા, શહેર ભાજપ પ્રમુખ, સુરત - ફાઇલ તસવીર
  • આરોગ્ય તંત્ર વધુ સઘન કામગીરી કરવા અને મહત્તમ ટેસ્ટ કરવા કામે લાગી ગયું
  • વધુ 258 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 14,420 થઈ, 11 મોત સાથે મૃત્યુઆંક 632 થયો
  • કોરોનાનાં દર્દીઓની ‌વિગતો મેળવી ઘરે-ઘરે સર્વે કરીને સેમ્પલ લેવાની કામગીરી

સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેન ભજીયાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર માટે ખસેડાયા છે. કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધુ 258 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 14,420 થઈ છે. જેમાં જિલ્લાના 2823 અને શહેરના 11,597 કેસ થયા છે. આજે 11 મોત સાથે કુલ મૃત્યુઆંક 632 થયો છે. જેમાં શહેરના 510 અને જિલ્લાના 122 થયા છે. આજે શહેરમાંથી 151 અને જિલ્લામાંથી 76 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા 10 હજારને પાર થઈને 10,060 થઈ છે. જેમાં જિલ્લાના 2023નો સમાવેશ થાય છે.

ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી
મનપા દ્વારા કોરોનાનાં લક્ષણો ધરાવતા દર્દીઓની ‌વિગતો મેળવી ઘરે-ઘરે સર્વે કરીને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કવોરન્ટીન કરવાની સાથે આરોગ્ય લક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે.કોરોના વાઈરસનો ટેસ્ટ પો‌ઝિટીવ આવ્યા બાદ આઇસોલેશનમાં ખસેડાયેલા કુલ 9833 દર્દીઓ સાજા થઇ ગયા છે. મનપા દ્વારા કોરોના પો‌ઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને પણ ક્વોરન્ટીન કરવાની કામગીરી ચાલી રહી છે. 31 હજારથી વધુ લોકો ક્વોરન્ટીન છે જેમાંથી 5 લોકો સરકારી ફેસીલીટીમાં છે.

સુરત સિવિલમાં અને સ્મીમેરમા 477 દર્દીઓ ગંભીર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામા 609 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 423 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 362 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19 વેન્ટિલેટર, 41 બાઈપેપ અને 302 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 153 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 115 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 80 દર્દીઓ ઓક્સિજન પર છે.