તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતના સમાચાર:સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા અને મૃત્યુઆંક ઓછો થયો, લોકો થોડી પણ છૂટછાટ વધારી દેશે તો ફરી ગંભીર સ્થિતિમાં આવી જશુંઃ પાલિકા કમિશનર

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાની. - Divya Bhaskar
સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાની.
  • માઇક્રો કન્ટેઈનમેન્ટ પોલિસીના આધારે કોરોના સંક્રમણને કાબૂમાં લાવી શક્યાઃ પાલિકા કમિશનર

ઘણા લાંબા સમય બાદ કોરોનાનો કહેર કંઈક અંશે ઓછો થતો દેખાઈ રહ્યો છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અને મૃત્યુઆંક ઓછો થતાં આંશિક રાહત થઈ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો થોડી પણ છૂટછાટ વધારી દેશે તો ફરી ગંભીર સ્થિતિમાં આવી જશું.

પોઝિટિવિટી રેટ 27% આવતો હતો તે ઘટીને 10 ટકા થયો
છેલ્લા એક મહિનામાં ચારેતરફ એમ્બ્યુલન્સની સાયરન રસ્તા ઉપર સંભળાતી હતી જેને કારણે લોકોમાં ભયનો માહોલ હતો પરંતુ ધીરે-ધીરે પોતાના સ્વજનોને ગુમાવવાના કારણે શોકાતુર માહોલ પણ શહેરમાં જોવા મળી રહ્યો હતો. કોરોનાનો કહેર એટલો તીવ્ર હતો કે મેડીકલ સેવાઓ પણ જાણે પડી ભાંગી રહી હતી. છેલ્લા પાંચ દિવસથી કોરાના પર ધીરે ધીરે અંકુશ આવતો હોય તેઓ દેખાઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સ્વીકાર્યું કે શહેરમાં પોઝિટિવિટી રેટ 26થી 27% આવતો હતો તે ઘટીને 10 ટકા જેટલો થઈ ગયો છે.

104 કોવિડ કેસ કોલમાં પણ ઘટાડો થયો
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રોજ 108 ઇમરજન્સીને 339 જેટલા ફોન કોલ આવતા હતા તે ઘટીને 120ની આસપાસ થઇ ગયા છે. 104 કોવિડ કેસ કોલમાં રોજના 300 કોલ આવતા હતા. જેમાં પણ ઘટાડો થઈને 100 જેટલા કોલ આવતા થયા છે.

વધારે સંક્રમણ ધરાવતા વિસ્તારનું પાલિકા કમિશનર નિરીક્ષણ કરે છે.
વધારે સંક્રમણ ધરાવતા વિસ્તારનું પાલિકા કમિશનર નિરીક્ષણ કરે છે.

RT-PCR રિપોર્ટમાં ચાર ગણો વધારો કરાયો હતો
મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થવા માટે કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે વાત કરી હતી. માઇક્રો કન્ટેઈનમેન્ટ પોલિસીના આધારે કોરોના સંક્રમણને કાબૂમાં લાવી શક્યા છે. શહેરમાં RT-PCR રિપોર્ટમાં ચાર ગણો વધારો કરાયો હતો. કોર્પોરેશન અને પોલીસ સંયુક્ત રીતે શહેરભરમાં કામગીરી કરી છે જે કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુકાનદારો અને વેપારીઓને વેક્સિનેશન કરાવવા માટે ફરજ પાડવામાં આવી તેમજ વેપારી અને દુકાનમાં કામ કરનાર કામદારોના સપ્તાહમાં એક વાર ટેસ્ટિંગ કરવામાં આવતા હતા.

પાલિકા કમિશનર સતત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરે છે.
પાલિકા કમિશનર સતત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરે છે.

કોરોનાને ઘટાડવા પ્રયાસો ચાલુ જ રાખવા પડશે
સુરત શહેરમાં સફળતાપૂર્વક નવ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે જે ખૂબ મોટું કામ સુરત શહેરમાં થયું છે. લોકો પણ ગંભીરતાથી SOPનું પાલન કરતા દેખાયા હતા. માસ્ક માટે આપણે લોકોને અપીલ કરી હતી તેમાં પણ આપણે બધા ઘણા અંશે સફળતા મેળવી છે અને તેના કારણે જ આપણે કંઈક અંશે સફળ થઇ રહ્યા છીએ. જો લોકો થોડી પણ છૂટછાટ વધારી દેશે અને ગાઈડલાઈન છે તેનો ભંગ કરશે તો ફરીથી આપણે હતાં તે જ સ્થિતિમાં આવી જઈશું. જેથી આપણે સર્વે એક સાથે મળીને કોરોના સંક્રમણને ઘટાડવા માટે અત્યાર સુધી જે ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે તે હજી પણ ચાલુ રાખવા પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો