તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Maximum Testing Of People Coming From Other States Or Cities At The Railway Station In Surat, Special Attention On Passengers Coming From Maharashtra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોનું ટેસ્ટિંગ:સુરતમાં રેલવે સ્ટેશન પર અન્ય રાજ્ય કે શહેરોમાંથી આવતા લોકોનું વધુમાં વધુ ટેસ્ટિંગ, મહારાષ્ટ્રથી આવતા મુસાફર પર ખાસ નજર

સુરત2 મહિનો પહેલા
મુંબઈ અને સુરત વચ્ચે સતત અવરજવર હોવાથી મુસાફરોનું ખાસ ટેસ્ટિંગ કરવામાં આવે છે.
  • કામકાજ અર્થે જતા લોકો સતત મુંબઈ - સુરત વચ્ચે અવરજવર કરતા હોય છે
  • મુસાફરોનો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને સંપૂર્ણપણે સહયોગ

સુરતમાં કોરોના સંક્રમણના કેસમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. રોજના સરેરાશ 500 કરતાં વધારે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લાવવા તેને લઈને હવે કોર્પોરેશનના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાતા હોય તેવું લાગે છે. સુરતમાં અન્ય રાજ્યમાંથી કે શહેરોમાંથી આવતા લોકોનું વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવે તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન ઉપર આવતા તમામ યાત્રિકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

ટેસ્ટિંગ ખૂબ જ ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે
સુરતથી રેલવે સ્ટેશન ઉપર અન્ય રાજ્યોથી આવતા વિશેષ કરીને મહારાષ્ટ્ર મુંબઈ તરફથી આવતાં યાત્રિકોનું કોરોના ટેસ્ટિંગ ખૂબ જ ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. દેશમાં જે રાજ્યોમાં સૌથી વધુ કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. તે પૈકી મહારાષ્ટ્ર સૌથી આગળ છે.સુરતથી મુંબઇ જતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. કામકાજ અર્થે જતા લોકો સતત મુંબઈ - સુરત વચ્ચે અવરજવર કરતા હોય છે. મુંબઈમાં પણ સુરત જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં પણ કોરોના ભયાવહ રીતે વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈથી આવતા લોકો સુરતમાં વધુ કોરોના સંક્રમણ ન ફેલાવે એના તકેદારીના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન ઉપર રાઉન્ડ ધી ક્લોક કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ટેસ્ટિંગ માટે મુસાફરો સહયોગ કરે છે.
ટેસ્ટિંગ માટે મુસાફરો સહયોગ કરે છે.

માનસિક રીતે સ્વસ્થ થઈ મુસાફરો ઘરે જાય છે
મુસાફરો પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને સંપૂર્ણપણે સહયોગ આપતા હોય તેવું જણાવ્યું હતું. મુંબઈથી સુરત આવેલા મનીષ જરીવાલા જણાવ્યું કે, મુંબઈની અંદર પણ કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રેલ્વે સ્ટેશન રેલ્વેના માધ્યમથી મુંબઈ-સુરત વચ્ચે જતા લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવું ખૂબ જ યોગ્ય છે. જેનાથી કોરોના સંક્રમણ ઉપર અંકુશ મેળવી શકાશે. રેલવે સ્ટેશન ઉપર જ સ્ક્રિનિંગ કરી લેવામાં આવતી હોવાથી અમે પણ પોતાના ઘરે જવા પહેલા માનસિક રીતે સ્વસ્થ થઈ જઈએ છે.

મુસાફરોએ જણાવ્યું કે, મુંબઈ-સુરત વચ્ચે જતા લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવું ખૂબ જ યોગ્ય.
મુસાફરોએ જણાવ્યું કે, મુંબઈ-સુરત વચ્ચે જતા લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવું ખૂબ જ યોગ્ય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો