તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Youth Group Of Pal's Somchintamani Residency In Surat Vows Not To Play Holi, Trying To Spread Awareness Among The People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:સુરતમાં પાલની સોમચિંતામણી રેસિડેન્સીના યુવા ગ્રુપે હોળી ન રમવાની પ્રતિજ્ઞા લીધી, લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમે આ વર્ષે ધૂળેટી રમવાના નથી જેવા પોસ્ટરો સાથે પ્રતિજ્ઞા લીધી. - Divya Bhaskar
અમે આ વર્ષે ધૂળેટી રમવાના નથી જેવા પોસ્ટરો સાથે પ્રતિજ્ઞા લીધી.
  • તહેવારોની ઉજવણીને પડતી મુકીને કોરોના સંક્રમણ અટકાવી શકીશુંના બેનરો સાથે અપીલ

શહેરના પાલ વિસ્તારના સોમચિંતામણી રેસિડેન્સીના યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે હોળી ન રમવાની પ્રતિજ્ઞા લીધી હતી. શહેર સહિત રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા હોળી-ધૂળેટીને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે પાલ વિસ્તારમાં સોમચિંતામણી રેસિડેન્સીના યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે હોળી ન રમવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ
દર વર્ષે ધામધૂમથી, ઉત્સાહભેર ઉજવતા સોસાયટી યુવાનો આજે પાલના સોમ ચિંતામણી ચાર રસ્તા પાસે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હાથમાં ‘Stay Home, Avoid Holi’, ‘No Holi, Stay Home, Stay Safe’, ‘અમે આ વર્ષે ધૂળેટી રમવાના નથી’ જેવા પોસ્ટરો લઇ ઉભા રહ્યા હતા.તેમનું કહેવું હતું કે, ‘આપણે આ વર્ષે તહેવારોની ઉજવણીને પડતી મુકીને કોરોના સંક્રમણ કેવી રીતે અટકાવી શકીશું તે જોવું જોઈએ.’

પાલના સોમ ચિંતામણી ચાર રસ્તા પાસે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કર્યો.
પાલના સોમ ચિંતામણી ચાર રસ્તા પાસે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કર્યો.

કોરોના સામેની લડતમાં યુવાઓ સહભાગી
લોકો પોતે રીતે ધૂળેટી રમવાનું કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે શહેરી જે પ્રકારની કોરોના સંક્રમણની સ્થિતિ છે. તેના કારણે સ્વાભાવિક રીતે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છે. થોડી મોજ મસ્તીના કારણે કોરોના જેવા જીવલેણ રોગના કરતા ખાસ કરીને યુવાનો ધૂળેટી ઉજવાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. જેથી કરીને પોતે પણ સુરક્ષિત રહે તેમના પરિવારના લોકો પણ સુરક્ષિત રહે અને તેમની સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો પણ કોરોનાથી સંક્રમિત ન થાય. યુવાનો આ પ્રકારની પરિપક્વ વિચારધારા સાથે કોરોના સામેની છે આપણી સૌની લડત છે એમાં સહભાગી થઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો