અસર:સુરતમાં વાવાઝોડાની અસરના કારણે બે દિવસમાં કુલ 600થી વધુ વૃક્ષો પડ્યા, રાત્રે પણ વધુ 13 વૃક્ષો પડતા ફાયર વિભાગ દોડતું રહ્યું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષો કાપી બ્લોક થયેલા રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા. - Divya Bhaskar
વૃક્ષો કાપી બ્લોક થયેલા રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા.
  • ઝાડ કાપી રસ્તા સાઈડ પર કરી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા

તાઉ-તે વાવાઝોડાની અસર સુરત શહેર જિલ્લામાં પણ થઈ હતી. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. દરમિયાન રાત્રે પણ વધુ 13 વૃક્ષો પડતા ફાયર વિભાગ દોડતું રહ્યું હતું.

વૃક્ષો પડતા રસ્તાઓ બ્લોક થયા
તમામ ઝોન વિસ્તારમાં ઝાડ પડવાના બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા રોડ રસ્તા બ્લોકેજ હોય, ઝાડ કાપી રસ્તા સાઈડ પર કરી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવેલ છે તથા દબાયેલ વાહનોને પણ બહાર કાઢવામાં આવેલ છે. આ સાથે સુરતથી મોકલવામાં આવેલી ફાયર વિભાગની ટીમ રાત્રે ભાવનગર પહોંચી હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહ્યા છે.

વૃક્ષો પડતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.
વૃક્ષો પડતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.

છેલ્લા 24 કલાકમાં 235 ઝાડ પડવાનાં બનાવો બન્યા

  • અઠવા ઝોન - 53
  • રાંદેર ઝોન - 58
  • વરાછા ઝોન એ - 9
  • વરાછા ઝોન બી- 21
  • કતારગામ ઝોન - 32
  • સેન્ટ્રલ ઝોન - 34
  • લિંબાયત ઝોન - 8
  • ઉધના ઝોન - 20