તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:સુરતમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા જમીન દલાલનું 24 કલાકમાં જ શંકાસ્પદ મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
38 વર્ષીય મૃતક જમીન દલાલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
38 વર્ષીય મૃતક જમીન દલાલની ફાઈલ તસવીર.
  • એનેસ્થેસિયાના વધારે ડોઝના કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ

સુરત શહેરમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા જમીન દલાલનું 24 કલાકમાં જ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. 38 વર્ષીય મુન્નાસિંગ રજાપૂતનું વજન 175 કિલો જેટલું હતું. હાલ મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, ડોક્ટરો દ્વારા એનેસ્થેસિયાના વધારે ડોઝ આપવાના કારણે મોત થયું છે.

મૃતકનું વજન 160-175 કિલો હતું
મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં આવેલા અયોધ્યનગરમાં મૂળ યુપીનો મુન્નાસિંગ વિસર્જન સિંગ રાજપૂત (ઉ.વ. 38) માતા-પિતા, નાના ભાઈ અને પત્ની તેમજ બે સંતાન સાથે રહેતો હતો અને જમીન દલાલીનું કામ કરતો હતો. મુન્નાસિંગનું 165-175 કિલોનું વજન હોવાથી હેરાન હતા. બુધવારે અડાજણની ખાનગી હોસ્પિટલમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી હતી. જ્યાં એનેસ્થેસિયા આપી તમામ રિપોર્ટ કઢાયા હતા. ત્યારબાદ રાત્રે 9 વાગે ઘરે ગયા બાદ ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી.

મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું.
મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું.

મિત્રો જગાડવા ગયા તો ઉઠ્યો જ નહીં
અડાજણના ડોક્ટરને ફોન કરી તકલીફ કહેતા નજીકની હોસ્પિટલનું નામ સરનામું આપી ત્યાં લઈ જવા સલાહ અપાઇ હતી. નજીકની હોસ્પિટલમાં ફોન કરી જાણ કરતા ગુરુવારે સાંજે 4થી7 માં આવવાનું એપોઇનમેન્ટ અપાયું હતું. ગુરુવારે મિત્રો 3 વાગ્યા સુધી મુન્નાસિંગ સાથે હતા. ત્યારબાદ મિત્રો ઘરે ગયા બાદ સાંજે 5 વાગે પરત આવ્યા હતા. પરિવારે કહ્યું સૂઈ રહ્યા છે એટલે મિત્રો જગાડવા ગયા તો જાગ્યા નહીં.

હરતો-ફરતો યુવક મોતને ભેટતા એક આશ્ચર્ય
મુન્નાસિંગને 108માં સિવિલ લાવ્યા તો મૃત જાહેર કરાયો હતો. આજે પરિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માગ કરતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. આ સાથે ડીંડોલી પોલીસ તપાસ કરી રહી છે. પરિવારનું કહેવું છે કે, એનેસ્થેસિયાનો વધારે ડોઝ અપાયો હોય શકે એવું માનવું છે. પોસ્ટમોર્ટમમાં તમામ હકીકત બહાર આવી જશે, અમને ન્યાય જોઈએ. પ્રેશર નહીં, સુગર નહીં અને હરતા ફરતા મુન્ના ભાઈ વેઇટ લોસ માટે ગયા અને શારીરિક તપાસ બાદ મોતને ભેટતા એક આશ્ચર્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો