તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:સુરતમાં બે લક્ઝુરિયસ કારમાંથી 262 બોટલ વિદેશ દારૂ ઝડપાયો, બેની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખટોદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ખટોદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • પોલીસે રૂપિયા 10,78,520ની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં ખટોદરા પોલીસે બાતમી આધારે સરસાણા ગામ દરજી મહોલ્લો સામે જાહેર રોડ ઉપરથી એક અર્ટીકા અને એક સ્કોડા ફેબીયા કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ અને 72 નંગ બિયરના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 10,78,520ની મતાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે બેને ઝડપી પાડ્યા
ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, લાંબા સમય થી વિદેશી દારૂની હેરાફેરી માં અલગ અલગ લકઝરી કાર નો વપરાશ કરી શહેરમાં દારૂનો જથ્થો લવાય રહ્યો હોવાની મળેલી બાતમી ને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં ઉમેશ ગમનભાઇ પટેલ (ઉ.વ. ૩૩ ધંધો- ખે તીકામ રહે, ધર નં.૭૬ દરજી મહોલ્લો સરસાણાગામ ખટોદરા સુરત શહેર) અને ચીરાગકુમાર ચંપકભાઇ પટેલ (ઉ.વ.૨૮ ધંધો- દલાલીકામ રહે, ધર નં.૧૬૮ દરજી મહોલ્લો સરસાણાગામ ખટોદરા સુરત) દારૂનો જથ્થો લાવ્યા હોવાની કન્ફર્મ બાતમી મળતા પોલીસે બન્ને લક્ઝુરિયસ કારને જપ્ત કરી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 262 બોટલ અને 72 નંગ બિયર મળી આવ્યા હતા.

દમણના વીક્કી રાઠોડને વોન્ટેડ જાહેર કરાયો
વધુમાં જણાવ્યું હતું કે, ઉમેષ અને ચિરાગ ની પૂછપરછમાં દારૂ ભીમપોર-દમણનો વીક્કી રાઠોડ (રહે, ભીમપોર દમણ) મોકલી રહ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરી છે. હાલ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી છે.