પ્રિન્સ-અરુણાનો વિદાય સમારોહ:સુરત પોલીસ માટે હત્યા અને બળાત્કારના કેસમાં મહત્વરૂપ સાબિત થનાર DOGની વિદાય, પોલીસ કર્મીઓની આંખ પણ ભીંજાય ગઈ

સુરત5 મહિનો પહેલા
ગુનાઓને ઉકેલવામાં પાયાનું કામ કરનાર બે ડોગ પ્રિન્સ અને અરુણા ઉંમરને લઈને નિવૃત. - Divya Bhaskar
ગુનાઓને ઉકેલવામાં પાયાનું કામ કરનાર બે ડોગ પ્રિન્સ અને અરુણા ઉંમરને લઈને નિવૃત.
  • હેડ ક્વાટર્સના પોલીસ કર્મચારીઓ હાજર રહી બન્ને ડોગને વિદાય આપી

સુરત પોલીસમાં ધાડ-લૂંટ, ચોરી, હત્યા, અને બળાત્કાર સહિતના ગુનાઓને ઉકેલવામાં પાયાનું કામ કરનાર બે ડોગ ઉંમરને લઈને નિવૃત થઈ જતા ઘરડાઘરમાં મોકલી અપાયા છે. આજે ડોગ સ્કવોર્ડની ઓફિસમાં બન્ને ડોગ એટલે કે પ્રિન્સ અને અરુણાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં હેડ કવાટર્સના પોલીસ કર્મચારીઓ હાજર રહી બન્ને ને વિદાય આપી આનંદ વેટેનરીમાં મોકલવા આપ્યા હતા. ડોકટર ના અભિપ્રાય બાદ બન્ને ડોગને ધરડાઘરમાં મોકલી આપ્યા હોવાનું પોલીસ ડોગ ટ્રેનરે જણાવ્યું હતું.

બંને ડોગે છેલ્લા 12 વર્ષથી ગુના ઉકેલવામાં મહત્વ ભૂમિકા ભજવી
પોલીસ કર્મચારીઓ એ જણાવ્યું હતું કે બંને ડોગને નિવૃત્ત કરી તેઓની સર્વિસ સીટમાં એન્ટ્રી કરી આપતા ડાંગના ડીજીપીના પરિપત્ર અનુસાર નિવૃત્ત ડોગને આનંદ ઓલ્ડ એજ હોમ મોકલી આપવામાં આવ્યા છે. સુરત પોલીસ સાથે બંને ડોગ છેલ્લા 12 વર્ષથી રહીને શહેરના અલગ અલગ ગુના ઉકેલવામાં મહત્વ ભૂમિકા ભજવી છે.

2013 હત્યાના કેસમાં આરોપીને પકડવામાં મદદરૂપ થયા હતા
વધુમાં જણાવ્યું હતું કે, સચિન પોલીસ સસ્ટેશમાં થયેલા 2013 હત્યાના કેસમાં આ ડોગે આરોપીને પકડવામાં મદદરૂપ સાબિત થયા હતા. તેમજ ઈચ્છાપુરમાં થયેલા હત્યાનો ભેદ માં આરોપીની ઓળખ કરવામાં પણ આ બંને ડોગની કામગીરી પ્રસંશનીય રહી હતી. સચિન જી.આઇ ડી.સીમાં થયેલા લાખો રૂપિયાની ચોરી કેસમાં પણ મહત્વની ભૂમિકા રહી હતી. 2014માં ડીંડોલી વિસ્તારમાં થયેલા મર્ડર કેસમાં આરોપીને ઓળખી બતાવવામાં ડોગ સ્કોડની ટીમની મહત્વ ભૂમિકા રહી હતી. નવસારીમાં જલાલપોર ખાતે થયેલા હત્યાના કેસમાં હત્યા કરનાર આરોપીને ઓળખી પાડવામાં આ ડોગની મહત્વ ભૂમિકા સામે આવી હતી. ઇચ્છાપોરમાં થયેલ 2021માં થયેલ હત્યાના કેસમાં પણ આરોપી સુધી પહોંચાડવામાં આ બંને ડોગની મહત્વની ભૂમિકા સાબિત થઈ હતી.

તાજેતરમાં સચિન રેપ કેસમાં મદદરૂપ થયા હતા
વધુમાં જણાવ્યું હતું કે, ઇચ્છાપોર મિસિંગ 2013 અને 2014માં પુણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અને સુરત રેલવે પોસ્ટ વિસ્તારમાં હત્યા કેસમાં અને તાજેતરમાં સચિન જી આઇ.ડી.સી વિસ્તાર થયેલા બળાત્કાર કેસમાં પણ માર્ગ દિશા બતાવીને સુરત પોલીસને મદદરૂપ થયા હતા. સુરત ના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ડોગ પ્રિન્સ અને ડોગ હેન્ડલ કનૈયા જાધવને સુરત પોલીસ કમિશનર દ્વારા સારી કામગીરી બાબતે સન્માનિત પત્ર અને પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો.

વી.વી.આઈ.પી તેમજ વી.આઈ.પી.ની સુરક્ષામાં હંમેશા મદદરૂપ
વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ અરુણા નામનો ડોગ જે અત્યાર સુધીમાં સુરત શહેરમાં આવતા વી.વી.આઈ.પી તેમજ વી.આઈ.પીની સુરક્ષામાં હમેંશા મદદરૂપ સાબિત થયા હતા. અફવા, ડેમો સ્ટેશન, જેલ ચેકીંગ અને તહેવારના સમયમાં પણ બંદોબસ્ત દરમિયાન આ ડોગની સારી કામગીરી કરી હતી. આજે આ સુરત પોલીસ દરેક ગુનાને ઉકેલવામાં મહત્વરૂપ સાબિત થતા ડોગને આજે વિદાય આપતા સુરત પોલીસની આંખ પણ ભીંજાય ગઈ હતી. જોકે બન્ને ડોગની ઉંમર મર્યાદા પૂર્ણ થતાં ડોક્ટરની સલાહ બાદ બંને ડોગને ઘરડાઘર એટલે આશ્રમમાં મુકવામાં આવ્યા છે. જ્યાં બન્નેનો સંપૂર્ણ ખ્યાલ રખાશે.