તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની અછત:સુરતમાં વેક્સિનના બંધ સેન્ટર પર ધક્કા ન ખાઓ, કોવેક્સિનનાં 16 સેન્ટર અને કોવિશીલ્ડનાં 98 સેન્ટર જાહેર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટરો બંધ કરતાં લોકો ધક્કા ખાતા હોવાથી પાલિકા દ્વારા નવું લિસ્ટ જાહેર કરાયું
  • એક સેન્ટર પર 275 લોકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે

સુરતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યાના સાત દિવસમાં જ અડધોઅડધ સેન્ટર બંધ કરવા પડ્યાં છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી 116 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકો બંધ વેક્સિનેશન સેન્ટર પર ધક્કા ખાતા હોવાથી હવે પાલિકાએ 114 સેન્ટરોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં કોવેક્સિનનાં 16 અને કોવિશીલ્ડનાં 98 સેન્ટર જાહેર કરાયાં છે.

બીજો ડોઝ લેવા આવનારને અગ્રિમતા અપાશે
સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નવાં સેન્ટરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 114 સેન્ટરોનું લિસ્ટ છે. એમાં એક સેન્ટર પર 275 લોકોને રસી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તમામ સન્ટરો પર જેના 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો છે અને બીજા ડોઝનો મેસેજ આવ્યો છે તેને અગ્રિમતા આપવામાં આવશે.