સુરત જિલ્લાના બારડોલીના માણેકપોરગામ પાસેની સહયોગ હોટેલના પાર્કીંગમા એક આયસર ટેમ્પોમાંથી પોલીસને પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા)ના મોટા જથ્થા સાથે ચાલક અને ક્લીનરને પકડી પાડ્યા હતા. જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે તપાસ કરતા પ્લાસ્ટીકના 39 મીણીયા કોથળાઓમાંથી 66.10 લાખનો ગાંજો મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. જોકે, હાલ પોલીસે ગાંજા પ્રકરણમાં બેની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ઓરિસ્સાથી ગાંજો લાવી સુરતમાં ડિલિવરી કરે તે પહેલાં પકડાયો
જિલ્લા LCB પોલીસે જણાવ્યું હતું કે,બારડોલીની સહયોગ હોટેલના પાર્કિગમાં પાર્ક આયસર ટેમ્પો (GJ-06-YY-7355)માં ઓરીસ્સાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લવાયો છે. આ ગાંજાનો જથ્થો સુરત શહેરમાં ડિલિવરી કરવા માટે લવાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે બી.કે.ખાચર, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્યએ મળેલી નાર્કોટિક્સ અંગેની બાતમીની હકીકત જાણી સરકારી પંચોના માણસો તથા એલ.સી.બી, એસ.ઓ.જી શાખાની પોલીસ ટીમ સાથે રેડ કરી તપાસ હાથ ધરી હતી.
સુરતમાં 3 અજાણ્યા ઈસમોને ડિલિવરી કરવાની હતી
આયસર ટેમ્પોમા તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટીકના 39 મીણીયા કોથળાઓમાં તાડપત્રી નીચે છુપાવવામાં આવેલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ ચાલક અને ક્લીનર ની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે જણાવ્યું હતું કે બન્નેની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો ઓરીસ્સાના ગંજામ જિલ્લામાંથી ભરી બારડોલી લાવ્યા હતા. આ ડિલિવરી 3 અજાણ્યા ઈસમોને આપવાની હોવાનું જાણવા મળ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓના નામ સરનામા
કબ્જે કરેલા મુદ્દામાલની વિગત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.