સુરતના ઓર્ગન ડોનરનું સન્માન:દેશમાં સૌથી નાની ઉંમરમાં બંને હાથનું દાન કરનાર બ્રેઈનડેડ બાળકના ફોટાવાળી ટપાલ વિભાગની 'માય સ્ટેમ્પ' આપી માતા-પિતાનું સન્માન

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંગોનું દાન કરનાર બાળકના માતા-પિતાનું સી.આર.પાટીલના હસ્તે સન્માન કરાયું - Divya Bhaskar
અંગોનું દાન કરનાર બાળકના માતા-પિતાનું સી.આર.પાટીલના હસ્તે સન્માન કરાયું
  • બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 લોકોને નવજીવન આપ્યું હતું

દેશમાં સૌપ્રથમ વખત સૌથી નાની ઉંમરના 14 વર્ષના પોતાના વ્હાલસોયા બ્રેઈનડેડ બાળકના બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરી સમાજને નવી દિશા બતાવી હતી. ધાર્મિક કાકડીયાના માતા-પિતાનું સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની "માય સ્ટેમ્પ" આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે.

બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન
27 ઓક્ટોબરના રોજ ધાર્મિકને ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે કિરણ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. 29 ઓક્ટોબરના રોજ ડોક્ટરોએ ધાર્મિકને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા ધાર્મિકના બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેને કારણે છ વ્યક્તિઓને નવુંજીવન મળ્યું હતું.

સીઆર પાટીલેન પરિવારજનોને શાંત્વના પાઠવી.
સીઆર પાટીલેન પરિવારજનોને શાંત્વના પાઠવી.

અંગોથી 6 લોકોને નવજીવ આપ્યું
દાનમાં મેળવવામાં ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દેશમાં આત્યાર સુધી 19 હાથના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથના દાનનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના હતી. આ ઉપરાંત ધાર્મિકના હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાતમંદ દર્દીઓમાં દેશની જુદી-જુદી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

સીઆર પાટીલે બાળકને શ્રદ્ધાંજલી પાઠવી.
સીઆર પાટીલે બાળકને શ્રદ્ધાંજલી પાઠવી.

"માય સ્ટેમ્પ" પરિવારજનોને યાદગીરીરૂપે આપી
સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ટીમે દેશમાં સૌથી નાની ઉંમરના પોતાના બ્રેઈનડેડ બાળક ધાર્મિકના હાથનું દાન કરનાર કાકડીયા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ અંગદાતા ધાર્મિકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેના પરિવારજનોને તેમના વ્હાલસોયા બાળક ધાર્મિકના બંને હાથ સહીત અંગોનું દાન કરવાનો ખુબ જ મુશ્કેલ નિર્ણય લઈ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નવો રાહ બતાવવા બદલ અભિનંદન પાઠવી હતી. શાલ, પ્રશસ્તિપત્ર તેમજ ટપાલ વિભાગની અંગદાત ધાર્મિકના ફોટાવાળી "માય સ્ટેમ્પ" તેના પરિવારજનોને તેની યાદગીરીરૂપે આપી સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદ હસ્તે ડોનેટ લાઈફ દ્વારા ધાર્મિકના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાળકના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું.
બાળકના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું.

સીઆર પાટીલના હસ્તે સન્માન કરાયું
ડોનેટ લાઈફ દ્વારા હાલમાં જ દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની "માય સ્ટેમ્પ" આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. સી.આર.પાટીલે ધાર્મિકના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈને જણાવ્યું હતું કે તમે અનેકના દીકરાઓને નવજીવન આપવામાં નિમિત બન્યા છો. તમે જે કાર્ય કર્યું છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દેશમાં કેટલાય વ્યક્તિઓના હાથ અકસ્માતે છે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે તમે તમારા વ્હાલસોયા બાળના હાથના દાન કરી સમાજને જે દિશા બતાવી છે તેને કારણે આવા વ્યક્તિઓને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને જીવવાની એક નવી ઉમ્મીદ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...