તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કોરોના સંક્રમણ હવે રાજનેતાઓમાં ફેલાઈ રહ્યો છે. - Divya Bhaskar
સુરતમાં કોરોના સંક્રમણ હવે રાજનેતાઓમાં ફેલાઈ રહ્યો છે.
  • સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ પરિવાર સહિત હોમ ક્વોરન્ટીન થયા
  • સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તે હોમ ક્વોરન્ટીન થયા છે. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 14,420 થઈ ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 632 પર પહોંચી ગયો છે. ગતરોજ શહેર જિલ્લામાંથી કોરોના સંક્રમિત 227 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાંથી કુલ 10060 દર્દી સાજા થઇ ગયા છે.

પ્રાથમિક સારવાર બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા
સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેમણે પ્રાથમિક સારવાર લીધી બાદ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા લોકો અને પરિવારના સભ્યો હોમ ક્વોરન્ટીન થયા છે.

ભાજપના શહેર પ્રમુખ પણ કોરોનાગ્રસ્ત છે
ગત રોજ ભાજપના શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભજીયાવાળા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ હાજર હતા ત્યાં ભાજપના અન્ય પદાધિકારીઓ, ધારાસભ્યો અને અન્ય લોકો પણ હતા.સરકારી અધિકારીઓ અને ભાજપના મોટા નેતા પણ ભજીયાવાળાના સંપર્કમાં આવ્યા હોય શકે. ગાઈડલાઈન મુજબ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનાર લોકો ક્વોરન્ટીન થઈ અન્ય લોકોથી સામાજિક દુરી બનાવી લેવી જોઈએ. શહેર પ્રમુખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શહેર ભાજપના નેતાઓ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી જે પણ સંપર્કમાં આવ્યા હોય તેમને સેલ્ફ ક્વોરન્ટીન થઈ જવું જોઈએ.