રહસ્યમય મોત:સુરતમાં પેટમાં દુખાવો અને ઉલટી થયાના એક કલાકમાં જ યુવાનનું શંકાસ્પદ મોત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોતને ભેટનાર યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મોતને ભેટનાર યુવકની ફાઈલ તસવીર.
  • મૃતક યુવાન અઠવાડિયા પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો

ચોમાસાના પ્રારંભ સાથે જ સુરતના ભેસ્તાનમાં એક નવ યુવાનનું શકાસ્પદ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ અચાનક પેટમાં દુખાવો અને ઉલટી થવાના એક કલાકમાં જ ભત્રીજા વિમલનું મોત થયું હોવાનું કાકાએ જણાવતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. વિમલ એક અઠવાડિયા પહેલા જ રોજગારીની શોધમાં યુપીથી સુરત આવ્યો હતો.

ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
સુનિલ નિશાદ (મૃતકના કાકા) એ જણાવ્યું હતું કે, વિમલ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. વિમલના લગ્નને આઠ વર્ષ થયાં હોવાનું અને ત્રણ બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યુ છે. 13મીએ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. ભેસ્તાન ભગવતી નગરના એક કારખાનામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ મળી જતા ખાતામાં જ અન્ય કારીગરો સાથે રહેતો હતો.

યુવક કારખાનામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ મળી જતા ખાતામાં જ અન્ય કારીગરો સાથે રહેતો હતો.
યુવક કારખાનામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ મળી જતા ખાતામાં જ અન્ય કારીગરો સાથે રહેતો હતો.

યુવાને પેટમાં અસહ્ય દુખાવાને લઈ બુમાબુમ કરી
વધુમાં જણાવ્યું હતું કે, 22 મી એ સવારે વિમલ ને ચાલુ નોકરી પર પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી વતનવાસીઓ એને નજીકના દવાખાને લઈ ગયા હતા. ત્યારબાદ ફરી નોકરી પર આવેલા વિમલ એ ખાતામાં કામ કરી રાત્રીના ભોજન બાદ સુઈ ગયો હતો. વહેલી સવારે પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટીને લઈ બુમાબુમ કરતા વિમલને લઈ તમામ રૂમ પાર્ટનર ઉંઘમાંથી જાગી ગયા હતા.

108મા્ સિવિલ ખસેડાતા યુવકને મૃત જાહેર કરાયો હતો.
108મા્ સિવિલ ખસેડાતા યુવકને મૃત જાહેર કરાયો હતો.

સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો
દવા લીધા બાદ આરામ મળતા વિમલ સુઈ ગયો હતો અને લગભગ સાડા ચાર વાગે કોઈ હલન ચલન ન કરતા એ મૃત્યુ પામ્યો હતો. સવાર પડતા જ 108માં ફોન કરી વિમલને સુરત સિવિલ લઈ આવ્યા હતા જ્યાં એને મૃત જાહેર કરાયો હતો. પરિવાર વતનમાં રહેતું હોવાથી વિમલની અંતિમવિધિ વતનમાં કરવા મૃતદેહ વતન લઈ જવાની કાકાએ માગ કરી છે.