તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Successful Delivery Of A Pregnant Woman In A Maruti Van Outside The Civil Trauma Center In Surat, The Baby Was Half Out Of The Womb

વાનમાં સફળ પ્રસૂતિ:સુરત સિવિલના ટ્રોમા સેન્ટર બહાર પ્રસૂતાની બૂમાબૂમથી તબીબો દોડ્યા, બાળક ગર્ભમાંથી અડધું બહાર આવી ગયું હતું, માતા-બાળકનો જીવ બચાવ્યો

સુરતએક મહિનો પહેલા
ટ્રોમા સેન્ટર બહાર પ્રસૂતાની બૂમાબૂમ સાંભળી પરિચારિકા અને મેડિકલ ઓફિસર દોડી ગયા હતા.
  • બાળકને NICUમાં દાખલ કરી ઓબ્ઝર્વેશનમાં મુકાયું

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર મારુતિ વાનમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરે ફરજની જવાબદારી સાથે પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. સગર્ભા માતા પ્રસૂતિનો મહિનો ભૂલી જતાં અચાનક પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો હોવાથી મારુતિ વાનમાં સિવિલ લઈ આવ્યા હતા. દરમિયાન બાળક ગર્ભમાંથી અડધું બહાર પણ આવી ગયું હતું.

પરિચારિકાએ મેડિકલ ઓફિસરની મદદથી સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી
ટ્રોમા સેન્ટર બહાર પ્રસૂતાની બૂમાબૂમ સાંભળી પરિચારિકા મનીષા પટેલ અને મેડિકલ ઓફિસર વિભૂતિ દોડી ગયાં હતાં. બાળક ગર્ભમાંથી અડધું બહાર આવી ગયું હોવાનું જોઈ તાત્કાલિક પરિચારિકાએ મેડિકલ ઓફિસરની મદદથી સગર્ભા માતાની સફળ પ્રસૂતિ કરાવી હતી. ત્યાર બાદ માતાની નાળથી બાળકને અલગ કરી ટ્રોમામાં લઇ જવાયું હતું. મનીષાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સારવાર બાદ બન્નેને લેબર રૂમમાં મોકલી અપાયાં હતાં. બાળકનું વજન 1.7 કિલો જેટલું હોય એમ કહી શકાય છે.

માતાની નાળથી બાળકને અલગ કરી ટ્રોમામાં લઈ જવાયું હતું.
માતાની નાળથી બાળકને અલગ કરી ટ્રોમામાં લઈ જવાયું હતું.

મહિલાની પહેલી જ પ્રસૂતિ હતી
મનીષા પટેલ (નર્સિંગ સ્ટાફ)એ જણાવ્યું હતું કે પ્રસૂતાનું નામ પ્રિયંકા સની રાઠોડ ઉં.વ. 20 (રહે ખારી મહોલ્લો જલારામ મંદિર સામે ઇચ્છાપોર) છે અને પૂછપરછમાં પહેલી પ્રસૂતિ હોવાનું જણાવ્યું હતું. પ્રસૂતિનો મહિનો-સમય ભૂલી ગયા હતા. દુખાવો ઊપડતાં પરિવાર તાત્કાલિક મારુતિ વાનમાં સિવિલ લઈ આવ્યા હતા. પહેલું જ બાળક છે અને મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

મારુતિ વાનમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું.
મારુતિ વાનમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું.

માતા અને નવજાત બાળકને લેબર રૂમમાં મોકલી આપ્યાં
તેમણે વધુમાં કહ્યું હતું કે બાળક ગર્ભમાંથી અડધું બહાર આવી ગયેલી હાલતમાં જોઈ મેડિકલ ઓફિસરની મદદથી સગર્ભા માતા અને બાળકની ગંભીરતા જોઈ તાત્કાલિક મારુતિ વાનમાં પ્રસૂતિ કરાવી બન્નેના જીવ બચાવી લીધા હતા. એટલું જ નહીં, પણ બાળકને તાત્કાલિક માતાની નાળથી છૂટો પાડી પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાત બાળકને લેબર રૂમમાં મોકલી આપ્યાં હતાં. બાળકનું વજન લગભગ 1.7 કિલો જેટલું જ હોય એમ લાગતું હતું, એટલે બાળકને NICUમાં દાખલ કરી ઓબ્ઝર્વેશનમાં મુકાઈ એવું લાગી રહ્યું છે, જોકે માતાની તબિયત સાધારણ છે.

બાળકની હાલતને લઈને માતા અને પરિવાર ખૂબ ચિંતિત
ટીનાબેન રાઠોડ (પ્રિયંકાની માતા)એ જણાવ્યું હતું કે લગ્નને એક વર્ષ થઈ ગયું છે. પ્રિયંકાને 7મો મહિનો ચાલી રહ્યો હતો. પહેલું જ બાળક હતું. જોકે અચાનક રવિવારની રાત્રે દુખાવો ઊપડતાં તાત્કાલિક વાનમાં સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં ગાડીમાં જ પ્રસૂતિ થઈ ગઇ હતી. બાળકને હાલ NICUમાં રાખવામાં આવ્યો છે, હાલત ગંભીર છે જેને લઈ માતા અને પરિવાર ખૂબ ચિંતિત છે.