રહસ્ય:સુરતમાં હીરાબાગ સર્કલ પાસે બ્યુટીફીકેશન માટે બનાવેલા ગાર્ડનમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

સુરત4 મહિનો પહેલા
મૃતદેહની હાલત પરથી 10 દિવસ પહેલા મોત થયું હોવાની શક્યતા.
  • મૃતદેહની ગંદ બહાર વધુ ન જાય તેવા કારણસર ઓઇલ રેડી દેવામાં આવ્યું હોવાની શક્યતા

સુરતના અતિ વ્યસ્ત એવા હીરાબાગ સર્કલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બ્યુટીફીકેશન માટે બનાવેલા ગાર્ડનની અંદર મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રોજના હજારો લોકો આ વિસ્તારમાં બીઆરટીએસનો ઉપયોગ કરવા માટે અહીંથી અવરજવર કરતા હોય છે. એવા સ્થળ ઉપર મૃતદેહ મળતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

મૃતદેહ હાઢવા ફાયર વિભાગની મદદ લેવી પડી
બ્યુટીફીકેશન માટે બનાવેલા સ્થળ પર ઘટાદાર નાના કદના વૃક્ષો હતા. તેની અંદર મૃત્યુ કેવી રીતે લઈ જવાયો તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણકે જ્યારે મૃતદેહ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે સીધી રીતે અંદર પ્રવેશી શકાય એ પ્રકારની સ્થિતિ ન હતી. મૃતદેહ સુધી પહોંચવા માટે જે નાના કદના વૃક્ષો હતા તેમની ડાળીઓનું કટીંગ કરવું જરૂરી હતું. તેના માટે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.

મૃતદેહ અંદર કેવી રીતે પહોંચ્યોએ પોલીસ માટે પ્રશ્ન
ફાયર વિભાગના જવાનોએ આવીને મૃતદેહ સુધીની ડાળીઓ કાપી નાખી હતી. ત્યારે મૃતદેહ અંદર કેવી રીતે લઈ જવાયો તેને લઈને પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે. કારણ કે જે એક વ્યક્તિ સરળતાથી નથી જઈ શકતો ત્યાં મૃતદેહ લઈને વ્યક્તિ કેવી રીતે અંદર ગયો હશે તેની તપાસ પણ એક મોટો વિષય છે. બીજું એક આશ્ચર્યજનક એ જોવા મળ્યું છે કે, મૃતદેહ ઉપર ઓઇલ રેડી દેવામાં આવ્યું છે. કદાચ મૃતદેહની ગંદ બહાર વધુ ન જાય તેવા કારણસર ઓઇલ રેડી દેવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.

મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી.
મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી.

મૃતદેહ કોહવાય ગયેલી સ્થિતિમાં મળ્યો
ઘટનાની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહ ખૂબ જ ગંધ મારતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેમાં મહત્વની કેટલીક બાબતો ધ્યાન પર આવી છે કે, 10 દિવસ પહેલા મોત થયું હોય તેવું લાગી રહ્યું છે. મૃતદેહ કોહવાય ગયેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસને તેની ઓળખ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે મોઢાના ભાગે ઓળખ થાય એવા કંઈ પણ પોલીસને મળ્યો નથી.હાલ કાપોદ્રા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મારનાર વ્યક્તિ કોણ છે તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.