કોરોના સુરત LIVE:છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 8 કેસનો વધારો, આજે 53 સેન્ટર પર રસીકરણ થશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 60 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેર જિલ્લામાં 8 કેસનો વધારો થયો છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 53 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143933 થઈ
શહેરમાં 01 અને જિલ્લામાં 00 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143933 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગતરોજ શહેરમાંથી 03 અને જિલ્લામાંથી 01 સહિત 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141763 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 60 થઈ છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

તહેવારની રજા બાદ રસીકરણ ફરી શરૂ
સતત રસીકરણ સાથે જોડાયેલા મેડિકલ સ્ટાફને તહેવારની ઉજવણીમાં મોકો મળે તે માટે રસીકરણ ધીમું કરવામાં આવ્યું છે. દિવાળીના દિવસે સવારે નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આજે નૂતનવર્ષ એટલે કે આવતી કાલે રસીકરણની કામગીરી સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. ભાઈબીજથી ફરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. આજે 53 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

રસીકરણ સેન્ટરનું સંપૂર્ણ લિસ્ટ