તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાએ ભોગ લીધો?:SMC પ્લાન્ટમાં રહેતા 6 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, માતાને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકને ઉલટીઓ થયા બાદ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો. - Divya Bhaskar
બાળકને ઉલટીઓ થયા બાદ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો.
  • પાલિકાના પ્લાન્ટમાંથી કોરોનાનો કેસ મળી આવતા તંત્રમાં દોડધામ

સુરત શહેરના ભટાર SMC પ્લાન્ટમાંથી બીમાર હાલતમાં લવાયેલા એક માસૂમને સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં મૃત જાહેર કરાયો હતો. સવારે ઉલટી થયા બાદ વિનોદ અશક્ત થઈ ગયો હોવાનું અને મંગળવારે તેની માતાને કોવિડ-19માં દાખલ કરાઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પાલિકાના પ્લાન્ટમાંથી જ કોરોનાનો કેસ મળી આવ્યા બાદ માસૂમનું મોત નિપજતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક કોવિડ-19નો ટેસ્ટ કરાવી લેવા મેડિકલ ઓફિસર ભરત ચાવડાએ માર્ગદર્શન આપી રીફર કર્યા છે.

ભટારમાં એસએમસી પ્લાન્ટમાં મજુરી કામ કરતી મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવી હતી. મહિલા દાખલ થયાની ગણતરીના કલાકોમાં જ તેના 6 વર્ષના પુત્રનું ઉલ્ટી થયા બાદ ભેદી રીતે મોત નિપજયું હતું. ભટાર એસએમસી પ્લાન્ટમાંથી મજૂરી કામ કરતા મધ્યપ્રદેશની શ્રમજીવી મહિલા રમીલા ભૂરા સિંગાળની તબિયત અચાનક બગડી જતા તેમને મંગળવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં રમીલાબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ રાત્રે તેના પુત્ર વિનોદ (ઉ.વ.6)ની તબિયત લથડી ગઈ હતી.

સતત ઉલ્ટી થતા સવારે વિનોદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માતાને કોરોના પોઝિટિવ હોવાથી મેડિકલ ઓફિસર ડો. ભરત ચાવડાએ મૃતક વિનોદના મૃતદેહનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. એક તરફ માતા કોરોના પોઝિટિવ હોય અને બીજી તરફ અચાનક 6 વર્ષના માસૂમનું ઊલટીઓ થયાં બાદ મોત નિપજતા બાળકના મોત અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબે જણાવ્યું કે, કોરોનાના કારણે બાળકનું મોત થયું હોય એવો અત્યાર સુધીમાં એક પણ કેસ સામે આવ્યો નથી. બાળકનું મોત અન્ય કોઈ બિમારીથી થયું હોવાનું બની શકે છે. કોરોનાની અસરના કારણે મોત થવાની શકયતા નહિવત છે.

ગત રોજ જ માતાને કોરોના થયો હતો
સુરેશભાઈ સિગાળ (મૃતક માસૂમના કાકા) એ જણાવ્યું હતું કે, અમે પરિવારના ચાર સભ્યો છીએ અને મધ્ય પ્રદેશના વતની છીએ. બે મહિના પહેલા સુરતમાં રોજગારીની શોધમાં આવ્યા હતા. ભટાર SMC પ્લાન્ટમાં મજૂરી કામ કરી પેટીયું રળી રહ્યા છીએ. મંગળવારના રોજ ભાભી રમીલાની તબિયત બગડતા તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તેને કોરોના થયો હોવાનું બહાર આવતા તાત્કાલિક ડોક્ટરોએ દાખલ કરી દીધા છે.

ઉલટીઓ બાદ હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર
આજે સવારે ભત્રીજા વિનોદ (ઉ.વ. 6)ને અચાનક ઉલટી શરૂ થઈ ગઈ હતી. સવારે ચાર વાગ્યે તબિયત બગડ્યા બાદ 6 વાગ્યે દૂધ પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી ઉલટી થઈ જતા લગભગ 8 વાગે રિક્ષામાં બેસાડી સિવિલ લઈ આવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. એટલું જ નહીં પણ ડોક્ટરોએ પરિવારના બીજા સભ્યોને પણ કોવિડ-19નો ટેસ્ટ કરાવી લેવા સૂચન કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો