• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Inside Pics Of 185 Crore Bungalow Bought By Gujarati Diamond King In Mumbai, There Are 36 Luxurious Bedrooms For Family Members

અંદરની તસવીરો:ગુજરાતી ડાયમંડ કિંગે મુંબઈમાં ખરીદેલા 185 કરોડના બંગલોને અંદરથી જુઓ, પરિવારના સભ્યો માટે છે 36 ભવ્ય બેડરૂમ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગલો ખરીદનાર સુરતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના ભાઈ છે

મુંબઈમાં રહેતા ગુજરાતી અને મૂળ સૌરાષ્ટ્રના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ 32 વર્ષ પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હવે કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલાને પનહાર બંગલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય સાત માળ છે. આ સાથે ઘનશ્યામ ધોળકિયાના પરિવારના સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ પણ છે.

બંગલોમાં પરિવારના સભ્યો માટે ભવ્યથી ભવ્ય બેડરૂમ છે.
બંગલોમાં પરિવારના સભ્યો માટે ભવ્યથી ભવ્ય બેડરૂમ છે.

વરલી સી-ફેસ ખાતે બંગલો ખરીદ્યો
ઘનશ્યામ ધોળકિયા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે. છેલ્લા 32 વર્ષથી મુંબઈ ખાતે રહે છે. હાલ તેમના દ્વારા વરલી સી-ફેસ ખાતે 19,886 ચોરસફૂટમાં બનેલા આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલો ખરીદ્યો છે. જેમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળ છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ છે.

બંગલોનો ડાયનિંગ એરિયા.
બંગલોનો ડાયનિંગ એરિયા.

8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા
ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે.

બંગલોનો સીટિંગ એરિયા.
બંગલોનો સીટિંગ એરિયા.

બંગલો માટે મોટી રકમના બે સોદા કરવામાં આવ્યા
પ્રોપર્ટીનાં સોદાનું 30 જુલાઈએ રજિસ્ટ્રેશન કરાયું છે. આ સોદામાં ચોરસફૂટદીઠ ભાવ રૂપિયા 93 હજાર ગણવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઈનાં રિયલ એસ્ટેટ માર્કેટમાં બંગલો વેચવામાં આવ્યો હોય તેની ઘટના ઘણી ઓછી છે. આ બંગલો એસ્સાર ગ્રૂપની કંપની આર્કય હોલ્ડિંગ્સ દ્વારા વેચ્યો હોવાનું દસ્તાવેજો પરથી જાણવા મળે છે. બંગલો માટે મોટી રકમના બે સોદા કરવામાં આવ્યા છે. જેમાં કુલ રૂપિયા 185 કરોડની ચુકવણી કરાઈ છે. પહેલો સોદો લીઝ લેન્ડનો છે જેમાં 1349 ચોરસ મીટર જમીનના રૂ. 47 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તેની માર્કેટ વેલ્યુ રૂપિયા 51.45 કરોડ છે. આના પર સ્ટેમ્પ ડ્યૂટીનાં 5 ટકા લેખે રૂપિયા 2.57 કરોડની ચુકવણી કરાઈ છે. જમીન પરની લોન પેટે રૂપિયા 36.5 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે.

સાત માળમાં 36 બેડરૂમ છે.
સાત માળમાં 36 બેડરૂમ છે.

26 જુલાઈએ બંગલોનો કબજો સોંપાયો
બિલ્ડિંગના કન્વેયન્સ પેટે રૂપિયા 138 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી જેના પર 6 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટીના 8.3 રૂપિયા કરોડ ચૂકવાયા હતા. આમાંથી 1 ટકા સેસ પેટે રૂપિયા 1.38 કરોડ ચૂકવવામાં આવ્યા પછી બાકીની સ્ટેમ્પ ડ્યૂટી રૂપિયા 6.91 કરોડ થવા જાય છે. રૂપિયા 144.5 કરોડની ચુકવણી પછી 26 જુલાઈએ ખરીદનાર ઘનશ્યાન ધોળકિયાને બંગલોનો કબજો સોંપાયો હતો.

બિલ્ડિંગના કન્વેયન્સ પેટે રૂપિયા 138 કરોડની રકમ ચૂકવવામાં આવી.
બિલ્ડિંગના કન્વેયન્સ પેટે રૂપિયા 138 કરોડની રકમ ચૂકવવામાં આવી.

સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ
સૌરાષ્ટ્રના એક ગામના સામાન્ય ખેડૂતમાંથી શહેરના હીરા-ઉદ્યોગપતિ બનેલા ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે.

રૂપિયા 144.5 કરોડની ચુકવણી પછી બંગલોનો કબજો સોંપાયો.
રૂપિયા 144.5 કરોડની ચુકવણી પછી બંગલોનો કબજો સોંપાયો.

નાનકડા ગામડાંના ખેડૂતપુત્ર માટે આ અસામાન્ય બાબત
હરિકૃષ્ણ ડાયમંડના સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, જીવનમાં તમે સકારાત્મક વિચારો રાખો એટલે સુખ જ મળે છે. આજે આ સુખ પ્રાપ્ત થવાનું કારણ ગામડાંમાં સરોવર બનાવ્યાં, પ્રકૃતિને પ્રેમ કર્યો, કર્મચારીઓ માટે સારાં મકાનોની વ્યવસ્થા કરી, તે બધાના આશીર્વાદથી આ કક્ષાએ પહોંચ્યા છીએ. ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત છે, પરંતુ નાનકડા ગામડાંના ખેડૂતપુત્ર માટે આ અસામાન્ય બાબત કહી શકાય.

બંગલોમાંથી દરિયાની ખૂબસૂરતી નજરે પડે છે.
બંગલોમાંથી દરિયાની ખૂબસૂરતી નજરે પડે છે.
અન્ય સમાચારો પણ છે...