ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે:સુરત મનપાને 40 વર્ષે રેલવે પાસેથી મળ્યો પોદાર આર્કેડથી સુર્યપુર ગરનાળા સુધીની જગ્યાનો કબ્જો, ટ્રાફિક હળવો થશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે પાસેથી જમીનનો કબ્જો લઈ રહેલા કોર્પોરેશનના અધિકારીઓ - Divya Bhaskar
રેલવે પાસેથી જમીનનો કબ્જો લઈ રહેલા કોર્પોરેશનના અધિકારીઓ

સુરતમાં સતત વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ભારે અવ્યવસ્થાની સ્થિતિને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી રહી છે. ફ્લાયઓવર બનાવ્યા બાદ પણ ઘણા બધા એવા સ્થળો છે કે જા ટ્રાફિકની સમસ્યામાંથી લોકો મુક્ત નથી થઈ શકતા. વરાછા ઝોનમાં પોદાર આર્કેડથી સુર્યપુર ગરનાળા સુધીના રેલવે વિભાગ હસ્તકની જમીન આખરે કોર્પોરેશને 40 વર્ષ બાદ મેળવી લીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રીના સહયોગથી આખરે કામ પાર પડ્યું છે. પોદાર આર્કેડ અને ગરનાળા પાસે ટ્રાફિક જામ થતો હોવાથી હવે થોડે ઘણે અંશે ટ્રાફિકમાંથી રાહત મળે તેવી શક્યતા છે.

વરાછા થી સુરત બસ સ્ટેશન તરફ જવા માટે મુશ્કેલીઓ પડતી
રેલવે વિભાગ દ્વારા ઘણા વર્ષથી સુર્યપુર ગરનાળા પાસેની રેલવે કોલોનીની જગ્યા સુરત કોર્પોરેશનને સોંપવામાં આવતી ન હતી. કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે આ મુદ્દો વારંવાર ચર્ચામાં આવ્યા બાદ પણ તેનું નિરાકરણ આવતું ન હતું. રેલવે કોલોની 301 ચોરસ મીટરની જગ્યાના કારણે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓ હતી. વરાછા થી સુરત બસ સ્ટેશન તરફ આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રોજના લાખોની સંખ્યામાં વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા.

SMCએ જરૂરી વળતર ચૂકવી જગ્યાનો કબ્જો લીધો
સ્ટેન્ડિગમાં કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, સુરતના સાંસદ રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેનના પ્રયત્નોને કારણે વરાછા રોડના વર્ષો જૂના પ્રશ્નનો નિકાલ આવ્યો છે. સુરતમાં પ્રવેશવા માટેના મેઇનરોડ પર આવેલા રેલવે ગરનાળા નજીકની રેલવેના કબ્જા હેઠળની જગ્યાનો સુરત મહાનગર પાલિકા દ્વારા પૂરતુ વળતર ચૂકવી આજે સ્થળ પર કબ્જો લઇ ડીમોલિશનની કામગીરી કરવામાં આવી અને વધુમાં વધુ આવનારા બે દિવસમાં આ જગ્યા વરાછાવાસીઓ ઉપયોગમાં લે એવી વ્યવસ્થા SMC દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...