કાર્યવાહી:સુરતના ફૂલપાડામાં નડતરરૂપ દબાણો હટાવાયા,માછલી માર્કેટ સામેની ફરિયાદને લઈને કતારગામ ઝોનની કાર્યવાહી

સુરત6 મહિનો પહેલા
પોલીસ સહિતના બંદોબસ્ત સાથે કતારગામ ઝોન દ્વારા કામગીરી કરાઈ હતી.
  • કતારગામના ફૂલપાડા વિસ્તારમાં BRTS રોડને અડીને આવેલા દબાણો હટાવાયા

સુરત મનપાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેર વિકાસ વિભાગના સંયુક્ત અભિયાન હેઠળ જાહેર રોડ પર ન્યુસન્સ રૂપ માછલીના વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. એસઆરપીના બંદોબસ્ત હેઠળ માછલીના વેચાણ કરતા લોકોની દુકાનો સીલ કરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો..

દુકાનદારો કોઈ જ જાતના દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતાં.
દુકાનદારો કોઈ જ જાતના દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતાં.

પૂરાવા રજૂ ન કરી શક્યા
મનપાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ દ્વારા જણાવાયું હતું કે, જાહેર રોડ પર માછલી વેચાણની પ્રવૃત્તિ કરતા લોકો સામે વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. આ જગ્યા સુરત મનપા અઠવા જીઆઇડીસીની હોવાની શક્યતાઓ છે. માછલીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનના કોઈ પૂરાવા રજૂ કર્યા ન હોય ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરાઈ હતી.

પાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
પાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

માલ સામાન જપ્ત કરાયો
પાલિકા દ્વારા દબાણો હટાવવાની સાથે સાથે માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરીમાં સુરત મનપાના કતારગામ ઝોનના શહેર વિકાસ ખાતાના કર્મચારી સાથે આરોગ્યના કર્મચારીઓ જોડાયા છે. સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને એસઆરપીની ટુકડીના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.