તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:1લીથી વીવર્સ માથે ગ્રે કાપડની દલાલી ચૂકવવાની જવાબદારી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રોસેસર્સે કરાવેલું સમાધાન વેપારીઓએ ફગાવ્યું

એક મહિનાથી વીવર્સ અને કપડ વેપારીઓ વચ્ચે દલાલી, વટાવ અને ડિલિવરી ચાર્જને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. બીજી તરફ પ્રોસેસર્સોને અસર થતા તેમણે અઠવાડિયા પહેલા એક મિટીંગ બોલાવી વેપારીઓ અને વીવર્સ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કર્યા હતાં. પરંતુ સમજૂતીને કાપડ વેપારીઓના વેપાર એકતા મંચે ફગાવી દિધી છે.

મંગળવારે વેપારી એકતા મંચના પદાધિકારીઓની થયેલી મિટિંગમાં એપ્રિલથી ગ્રે કાપડના ખરીદી-વેચાણ સામે આડતિયાઓ કે દલાલને છૂકવવાની થતી 1 ટકા દલાલીની જવાબદારી વીવર્સના માથે ઢોળવામાં આવી છે. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યુ હતું કે, સમાધાન મિટિંગમાં ફોગવા દ્વારા દલાલીની જવાબદારી વીવર્સની હોવાની કબૂલાત થઈ હતી. જેને પગેલ હવે નવા વર્ષથી દલાલીને જવાબદારી વીવર્સને સોંંપવા નિર્ણય કરાયો છે.

ફેબ્રુઆરીથી વીવર્સ અને કાપડા વેપારીઓ વચ્ચે ડિલિવરી ચાર્જ, દલાલી અને વટાવ મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. ગ્રે કાપ​​​​​​​ડની ખરીદી સામે વીવર્સ પાસેથી વટાવ અને દલાલી મેળવવા કાપડ વેપારીઓએ ટેક્સટાઈલ માર્કેટમાં ગ્રે કાપડની એન્ટ્રી બંધ કરાવી હતી. વેપારી એકતા મંચ કો-ચેરમેન લલીત શર્મા, દિનેસ પટેલ પ્રવક્તા રંગનાથ શારડા, એસજીટીટીએના સુની જૈન અને ફોસ્ટાના મનોજ અગ્રવાલ સહિતના વેપારીઓની હાજરીમાં નવા નાણાંકિય વર્ષ એટલે કે, એપ્રિલથી ગ્રે કાપડની ખરીદી વેચાણ સામે આડયિતાઓ કે દલાલોએ ચૂકવવાની થતી 1 ટકા દલાલી વીવર્સ ચૂકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો