ખુશીની લાગણી:નર્સિંગ એસોસિએશને ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને મીઠાઇ, ચેવડો અને ફટાકડા આપવામાં આવ્યા

નર્સિંગ એસોસિએશને દિવાળી નિમિત્તે ફુટપાથ પર રહેતા બાળકો અને પરિવારો સાથે ઉજવણી કરી હતી. ફુટપાથ પર રહેતા બાળકોને ચેવડો અને મીઠાઈ તેમજ ફટાકડા આપવામાં આવ્યા હતા. દિવાળીના પર્વ દરમિયાન ફુટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારો તેમજ બાળકો પણ ઉત્સાહ પુર્વક અને ખુશીના માહોલમાં દિવાળીની ઉજવણી કરી તેના આશય સાથે નર્સિંગ એસોસિએશન દ્વારા દિવાળીની પુર્વ રાત્રીએ ફુટપાથ પર રહેતા પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના કિરણભાઈ દોમડીયા તેમજ દિનેશ અગ્રવાલ સહિતના અગ્રણીઓ દ્વારા ફુટપાથ પર રહેતા બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે બાળકોને તેમજ પરિવારોને ફટાકડા, ચેવડો અને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શ્રમજીવી પરિવારો સાથે દિવળા પ્રગટાવી તેમના જીવનમાં ઉજાસ પથરાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી દિવાળીની ઉજવણીને પગલે ફુટપાથ પર રહેતા બાળકો અને પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...