સારવાર:ડાયાબિટીસ-થ્રોમ્બોસિસથી પીડાતાં નર્સ 57 દિવસે કોરોનાથી સાજા થયાં

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 59 વર્ષના મીનાક્ષીબેન મહિનો વેન્ટિ.-બાયપેપ પર રહ્યાં હતા

સ્મીમેરમાં વર્ષો સુધી ફરજ બજાવીને વર્ષ 2020માં નિવૃત્ત થયેલા 59 વર્ષીય ઇન્ચાર્જ સિસ્ટર મિનાક્ષીબેન પટેલ 9 એપ્રિલ 2020ના રોજ કોરોના પોઝિટિવ આવતા સ્મીમેરમાં દાખલ થયા હતા. જ્યાં 57 દિવસની સારવાર બાદ તેઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

ડભોલીમાં રહેતા મિનાક્ષીબેનને ડાયાબિટીસ તેમજ વેરિકોસ વેન અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની બીમારી પણ છે. કોરોના થતાં 23 દિવસ વેન્ટિલેટર અને બાયપેપ પર રખાયા હતા. છેવટે સ્વાસ્થ્ય સંપૂર્ણ સુધરતા ઓક્સિજન હટાવી લેવાયું હતું. હવે તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાઈ રહ્યું છે. 4 જૂને રજા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...