તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અપમાન- ‘તું બધાને કોરોના ફેલાવશે’ કહી નર્સને સ્થાનિક રહીશોનો જ ત્રાસ
વરાછાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી અને ગોડાદરામાં રહેતી નર્સને રહીશોએ કોરોના મામલે હેરાન કરતા ફરિયાદ નોંધાવી છે. ગોડાદરાની સુમન શ્રુતિ સોસાયટીમાં રહેતી પિંકી જગદીશચંદ્ર શર્મા(23) વરાછાની દેવ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. રવિવારે સવારે ઘરે આવી ત્યારે સોસાયટીમાં રહેતા મહેન્દ્ર રામાનાધમ અનુમાંડલાએ રોકીને કહ્યું કે, તને સમજાતું નથી, તને કોરોના છે, તું અમો બધાને કોરોના ફેલાવીશ, તારે સોસાયટીમાં અવર-જવર કરવી નહીં. રહીશ દીપક દુધવાલા,સ્વમન્ના ઘાસરી અને ભારતી નવસારીવાલાએ પણ બહાર જવાનું નહીં કહ્યું હતું. તેથી પિંકીએ મહેન્દ્ર,દીપક, સ્વમન્ના અને ભારતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફર્સ્ટ પર્સન : છેલ્લા એક માસથી હેરાન કરતા હતા
હું વરાછાની દેવ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરૂં છું. મારો સમય સાંજે 6 થી સવારે 10 સુધીનો છે. હું જે બિલ્ડિંગમાં રહું છું તેના પ્રમુખ મહેન્દ્રભાઈ અનુમાંડલા છે. મને છેલ્લા એક મહિનાથી મહેન્દ્રભાઈ અને અન્ય બે ત્રણ જણા હેરાન કરતા હતા. મને સોસાયટીમાં આવવા નહીં દેતા હતા, તો કેટલીક વખત બહાર જવા પણ ન દેતા હતા. બે ચારેક વખત પોલીસની મદદ લીધી હતી પરંતુ ફરિયાદ કરી ન હતી. રવિવારે તો વધારે જ કરી નાખ્યું હતું. મહેન્દ્રભાઈ ઉપરાંત દીપક, સ્વમન્ના,ભારતીબેન વગેરે પણ મને ગમે ગમે તેવું બોલ્યા હતા. તેઓ બીજી બિલ્ડિંગના પ્રમુખને પણ મારા વિરુદ્ધ ઉશ્કેરતા હતા. પરંતુ મે તેમની સાથે બોલચાલ કરીને મારી ફરજ પર જતી હતી અને રવિવારે પણ ગઈ હતી.પરંતુ હવે તેઓનો ત્રાસ વધતો જતા ફરિયાદ આપી છે. -પિંકી શર્મા
સન્માન- કોરોનાના વોર્ડમાં ડ્યૂટી પૂર્ણ કરી 7 દિવસ બાદ ઘરે પહોંચતા નર્સનું રહીશોએ સ્વાગત કર્યું
સિવિલ હોસ્પિટલના કોરોનાના આઈસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે ફરજ બજાવી સપ્તાહ બાદ ઘરે પહોંચેલી નર્સનું સોસાયટીના રહીશો દ્વારા ફુલો અને થાળીના રણકાર સાથે સ્વાગત કરાયું હતું.પાલનપોર કેનાલ રોડ પિરામીડ ટાઉનશીપમાં રહેતા તૃપ્તિબેન પંડ્યા સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એક સપ્તાહ અગાઉ તેમને કોરોનાના આઈસોલેશન વોર્ડમાં ફરજ સોંપાઈ હતી. સપ્તાહ સુધી સિવિલમાં આઈસોલેશન વોર્ડમાં રોકાયા હતા. દરમિયાન પોતાનો જન્મ દિવસ પણ સાદગીપૂર્ણ મનાવ્યો હતો. રવિવારે ઘરે આવ્યા ત્યારે સોસાયટીના રહીશોએ ફુલોની વર્ષા અને થાળીના રણકાર સાથે સ્વાગત કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તૃપ્તીબેનના પતિ પણ લિંબાયત ઝોનમાં સેનેટરી ઈન્સપેક્ટર છે. બન્ને કોરોના યોદ્ધા તરીકે ફરજ નિભાવે છે.
બલિદાન- દિવ્યાંગ પુત્રીની સંભાળને બદલે કોરોનાના દર્દીઓની સેવા કરી
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહેતા રંજનબેન બાબુભાઈ ચૌધરી(51) સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમની બે દિકરીઓ પૈકી 21 વર્ષીય મોટી દિકરી જન્મથી માનસિક રીતે અવિકસીત હોવાથી રંજનબેનને દિકરીની પણ દર્દીની જેમ જ કાળજી લેવી પડે છે. કાયમ રંજનબેન પર આશ્રિત દિકરીની તમામ સારસંભાળ રંજનબેન લેતા હતા. જોકે હાલમાં કોરોનાની પરિસ્થિતી વચ્ચે તેમને પંદર દિવસ પહેલા કોરોનાના વોર્ડમાં ફરજ સોંપવામાં આવી હતી. એક તરફ દિકરીની સારસંભાળની જવાબદારી તો બીજી તરફ દર્દીઓની સારસંભાળની જવાબદારી હતી.બન્ને ફરજો વચ્ચે એક ફરજ પંસદ કરવાની કપરી સ્થિતી સામે આવી હતી. આવા સમયે રંજનબેને દિકરીની સારસંભાળની જવાબદારીને અવગણીને દર્દીઓની સારસંભાળની જવાબદારી ઉપાડી હતી. પંદર દિવસની ફરજ પુરી કર્યા બાદ હવે તેમને ફરી કેઝ્યુલીટીમાં ફરજ સોંપવામાં આવી છે. વ્હાલસોઈ દિકરીની સારસંભાળની પરવા કર્યા વિના રંજનબેને એક યોદ્ધા તરીકે કોરોનાના દર્દીઓની સારસંભાળ લીધી હતી અને પોતાની ફરજ અદા કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.