સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો. બાદમાં પરિવારે બાળાની શોધ કરવામાં આવી હતી. જેમાં એક રૂમને નવું તાળું મરાયું હતું. તે તોડતા બાળકી મૃત હાલતમાં મળી હતી.પરિવાર બાળકીને સરવાર માટે લઈ ગયા હતા, પણ ઘણું મોડુ થઈ ગયું હતું. આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું.આરોપીના મોબાઈલની બ્રાઉઝ હિસ્ટ્રીમાંથી અસંખ્ય પોર્ન લિંક મળી આવી હતી.
ટીમો બનાવાઈ હતી
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી.રાજકુમારે સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયને સુરત ગ્રામ્ય જિલ્લાના એલ.સી.બી., એસ.ઓ.જી. તથા પલસાણા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક આરોપીઓને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે આધારે ટીમ નં 1 બનાવવાળા કોમ્પલેક્ષમા રહેતા તમામ પુરૂષ ઇસમોની સધન પૂછપરછ કરેલ. ટીમ નં. 2 બનાવની આજુબાજુમા સી.સી.ટીવી ફુટેજ ચેક કરવાની કામગીરી. ટીમ નં. 3 બનાવ વાળી જગ્યાએ રૂમ નં 30 માં નવા તાળાનું ઉપયોગ થયેલ હોય નજીકના વિસ્તારમાં આવેલ દુકાનો માંથી તાળુ ખરીદ કરેલ હોવાની શંકાના આધારે તપાસ કરી માહિતી મેળવવાની કામગીરી સોપવામા આવેલ. ટીમ નં. 4 ફરીયાદમા જણાવેલ શકમંદ આરોપીને હસ્તગત કરી પુછપરછ કરવાની કામગીરી સોપેલ. આ તમામ ટીમના અધિકારી અને કર્મચારીઓએ ગુનાની જાણ થયા ત્યારથી આરામ અને ઉંઘ કર્યા વગર સતત કામ કરીને માત્ર 18 કલાકમાં જ ગુનાને ઉકેલી કાઢેલ છે.
તાળુ મારી આરોપી નાસી ગયેલા
પોલીસની ટીમો સંકલનથી કામગીરી દરમ્યાન બનાવ વાળી જગ્યા નજીકના વિસ્તારમાંથી તાળાની ખરીદી થયેલ હોવાની ચોકકસ માહિતી મળેલ જે આધારે તેની નજીકના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરવામાં આવતા ફરીયાદામા જણાવ્યા મુજબના શકમંદ આરોપીઓ દયાચંદ ઉમરાવ પટેલની હલનચલન ધ્યાનમા આવેલ. જે આધારે તેની ઉંડાળપુર્વક પુછપરછ કરતા આરોપીએ ભોગબનનારને હાથ પકડીને રૂમ નં 30 મા લઇ ગયેલ અને તેના નાના ભાઇ ને તેમના રૂમમાં જતા રહેવા માટે કહેલ. ત્યાર બાદ આરોપીએ ભોગબનનાર સાથે દુષકર્મ આચરેલ જે દરમ્યાન ભોગબનનાર બુમો પાડતા તેના મોઢા ઉપર હાથ રાખી દબાવી રાખતા ભોગબનનાર બેભાન થઇ ગયેલ. જેથી આરોપી દયાચંદએ ભોગબનનારને જે તે અવસ્થામા છોડી અન્ય શકદાર કાલુરામને બોલાવીને રૂમ આગળ ધ્યાન રાખવા ઉભો રાખી પોતે તાળુ ખરીદવા માટે બહાર નિકળેલ હતો અને તાળુ લઇ આવી રૂમ નં 30 ને બહારથી તાળુ લગાવી બન્ને જણા પોત પોતાના મીલમા કામ ઉપર જતા રહેલ હોવાની કબુલાત કરેલ. વિશેષમા આરોપી દયાચંદના મોબાઇલમા ઇન્ટરનેટ બ્રાઉઝરની હિસ્ટ્રી ચેક કરતા તેમાંથી અસંખ્ય અસ્લીલ સાહીત્યની લીંક જોવા મળેલ છે. કાલુરામની આ ગુનામા સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે.
બાળકી એકલી હતી ત્યારે લઈ જઈ પીંખી નાખી
બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જ નથી. કામરેજના પાસોદ્રા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા પણ હતી. રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 11 વર્ષની બાળા એકલી હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી.
બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી રહી
બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહિ મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું પ્રાણ પાંખરુ ઉડી ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.