તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોમાં કોરોનાનો ભય નથી?:સુરતમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠાં થયા, પોલીસ આવતા ઊભી પૂંછડિયે ભાગ્યા

સુરત3 મહિનો પહેલા
ક્રિકેટના મેદાનમાં મોટી સંખ્યામાં એકઠાં થયેલા યુવાનો પર પોલીસે અચાનક રેડ કરી.
  • ક્રિકેટ મેદાનના દૃશ્ય જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી

સુરતમાં કોરોના સંક્રમણને લઈને લોકોની નિષ્કાળજી સતત સામે આવી રહી છે. મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં એકત્રીત થયેલા યુવાનો પોલીસને જોતા પોતાના વાહનો લઇને ભાગ્યા હતા. ક્રિકેટ મેદાનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના હાથે ચઢી જવાની બીકે યુવાનો પોતાના વાહનોને લઈને રીતસરના દોડતા જોવા મળ્યા હતા.

પાલીસની વાન મેદાનમાં પ્રવેશ કરતાની સાથે જ અફરાતફરી સર્જાઈ હતી.
પાલીસની વાન મેદાનમાં પ્રવેશ કરતાની સાથે જ અફરાતફરી સર્જાઈ હતી.

પોલીસ અચાનક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગઈ
સુરતમાં લોકો કોરોના સંક્રમણને લઈને તકેદારી રાખી રહ્યા નથી. તેનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવકો એકત્રિત થયા હતા. આસપાસના લોકોના કહેવા મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યુવાકોના ટોળે ટોળા દેખાય છે. કોરોના સંક્રમણનો જાણે તેમને કોઈ ભય ન હોય તે રીતે તેઓ સતત એકત્રિત થઈને રમતા હોય છે અથવા તો ટોળામાં બેસી સમય પસાર કરતા હોય છે. પોલીસને જાણ થતા પોલીસની પીસીઆર વાન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એકાએક પહોંચી ગઈ હતી.

પોલીસ આવતાની સાથે જ યુવાનો બાઈક લઈને ભાગવા લાગ્યા.
પોલીસ આવતાની સાથે જ યુવાનો બાઈક લઈને ભાગવા લાગ્યા.

મેદાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો
મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એકઠા થયેલા યુવાનો અંગે પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. પોલીસને ક્રિકેટ ગ્રાઉન્ડમાં દાખલ થતાં જોતાં જ ક્રિકેટ મેદાનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના હાથે ચઢી જવાની બીકે યુવાનો પોતાના વાહનોને લઈને રીતસરના દોડતા જોવા મળ્યા હતા. પોલીસ પીસીઆરવાન ગ્રાઉન્ડમાં દાખલ થતાં જ જે દૃશ્યો હતાં તે ખરેખર ચોંકાવનારા હતા. એક મેદાનમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા અથવા તો સમય પસાર કરવા માટે ત્યાં એકત્રિત થાય એટલી ગંભીર બેદરકારી માની શકાય. છતાં પણ યુવાનોને જાણે કોરોના સંક્રમણ અને શહેરમાં કોરોના સંક્રમણ થતાં મોતનો કોઈ ભય ન હોય તે પ્રકારની સ્થિતી જોવા મળી હતી.

પોલીસ આવ્યાની એક મિનિટમાં મેદાન ખાલી થઈ ગયું
પોલીસ આવ્યાની એક મિનિટમાં મેદાન ખાલી થઈ ગયું

પોલીસ દંડો બતાવે તો જ યુવાનો શિસ્તમાં રહે તેવો ઘાટ
છેલ્લા ઘણા દિવસોથી મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યુવાનોના ટોળા એકઠા થતાં હોવાની ફરિયાદ આવી રહી હતી. આજે આ બાબતને પોલીસે ગંભીરતાથી લેતા મેદાનના દૃશ્ય જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરત કોર્પોરેશન કે પોલીસ વિભાગ ગમે તેટલી સખ્તાઈ અને મહેનત કરે પરંતુ જો આપણે પોતે સ્થિતિની ગંભીરતાને નહીં સમજીશું તો કોરોના સંક્રમણ અંકુશમાં લાવવો શહેર માટે શક્ય નથી. વિશેષ કરીને કોરોના બીજી લહેરમાં યુવાનો પણ વધુ સંખ્યામાં ભોગ બની રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ તંત્ર ક્યારે આવા યુવાનો સામે સખ્ત કાર્યવાહી કરે છે ત્યારે ઘણી વખત તેનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે યુવાનો પોતાની ફરજ નથી નિભાવતા ત્યારે એક ક્ષણે એવું લાગે છે કે પોલીસ દંડો બતાવે તો જ યુવાનો શિસ્તમાં રહે છે.