• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Number Of Corona Tests Of People Coming From Outside Has Been Increased In Surat, Vaccination Operation At 179 Places Today

કોરોના સુરત LIVE:વધુ 3 કેસ અને 11 ડિસ્ચાર્જ, સુરતમાં જાહેર સ્થળો પર 1.20 લાખ લોકોની તપાસ કરાઈ, 8899 લોકોને પ્રવેશ ન અપાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ નાગરિકોને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ નાગરિકોને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 24 થઈ

સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યું છે. જેથી શહેર બહાર ફરવા ગયેલા કે બહાર ગામથી આવતાં તમામ લોકોના કોરોના ટેસ્ટ શહેરના પ્રવેશદ્વાર પર કરવામાં આવી રહ્યાં છે. આજ રોજ શહેર જિલ્લામાં 3 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,975 થયો છે. બહારથી આવતા 1.20 લાખ લોકોની તપાસ કરાઈ હતી. આ સાથે જ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આ સાથે જાહેર સ્થળો પર વેક્સિન અંગેની 1.20 લાખ લોકોની તપાસ કરાઈ હતી. જેમાં 8899 લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143975 થઈ
શહેરમાં 01 અને જિલ્લામાં 02 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143975 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગતરોજ શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 સહિત 11 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141835 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 24 થઈ છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 124 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 179 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

જાહેર સ્થળો પર લોકોની વેક્સિન અંગે તપાસ.
જાહેર સ્થળો પર લોકોની વેક્સિન અંગે તપાસ.